બંધ ઘરને જયારે 50 વર્ષ પછી ખોલવામાં આવ્યું ત્યારે અંદર હતું એવું કે, જેને જોઇને તમે પણ ચીસો પાડવા લાગશો- જુઓ વિડીઓ

આપણે સૌ જાણીએ છીએ કે લાંબા સમય સુધી ઘર બંધ રહે તો તેમાં ધૂળ કે રજકણો આવી જાય છે અને સાથે સાથે ઘરમાં કરોળિયાના જાળા પણ થઇ જાય છે. પરંતુ હાલમાં એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઘરને ખોલ્યા બાદ અંદરથી એવું એવું જોવા મળ્યું જેને જોઇને તમે પણ હેરાન થઇ જશો.

યુકેમાં રહેતા શહેરી સંશોધક એડમ માર્ક છેલ્લા ઘણા સમયથી બંધ પડેલા ઘરોની શોધમાં વિશ્વભરમાં પ્રવાસ કરે છે. સાથે જ તેઓ બંધ ઘરો, મહેલો, હોસ્પિટલો, પુસ્તકાલયો અને અન્ય સ્થળોની પણ મુલાકાત લે છે અને ત્યાના વિડીઓ બનાવે છે. ત્યારે હમણાં જ તાજેતરમાં તેને સ્કોટલેન્ડમાં બંધ મકાન ખોલવાની તક મળી હતી અને તેને ખોલીને અંદર ગયો ત્યારે તેમાં જે વસ્તુઓ પડી હતી તેમને જોઇને બૂમ બરાડા અને ચીસો પાડવા લાગ્યો હતો.

શહેરી સંશોધક એડમ માર્કનું સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તેઓ તેમની મુસાફરી અને શોધખોળના વીડિયો પણ બનાવે છે અને તેમને YouTube પર અપલોડ કરે છે. થોડા સમય પહેલા તેણે સ્કોટલેન્ડમાં બંધ મકાનનું શૂટિંગ કર્યું હતું. આ મહેલનું ઘર 5 દાયકા એટલે કે 50 વર્ષ સુધી બંધ હતું.

એડમ માર્કને આ ઘરની અંદર 1970 દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ મળી હતી. સમગ્ર ઘરમાં 70 ના દાયકાની ઝલક સ્પષ્ટ દેખાતી હતી. આ સફરમાં તેને સમજાતું નહોતું કે પરિવારે આ ઘર કેમ છોડ્યું હશે. એડમ માર્કે આ ઘરમાં ઘણી વિચિત્ર વસ્તુઓ જોઈ હતી. જો કે, તેણે રસોડામાં સૌથી વિચિત્ર વસ્તુ જોઈ હતી વાસ્તવમાં, રસોડામાં તેણે એક બિલાડીનો મૃતદેહ જોયો હતો. આ જોઈને આદમ ચીસો પાડવા લાગ્યો હતો.

50 વર્ષથી બંધ હોવાને કારણે ઘરની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. જો કે, એડમ ઘરના ડાઇનિંગ એરિયાથી તદ્દન આશ્ચર્યચકિત હતો. ખરેખર, ડાઇનિંગ ટેબલ પર રહેલી થાળીઓ જોઈને એવું લાગતું હતું કે ઘરમાં રહેતા લોકો ખાવાની તૈયારી કરી રહ્યા છે. જેને જોઇને એવું લાગી રહ્યું છે કે, લોકો અચાનક જ શા માટે આ ઘર છોડીને વયા ગયા હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *