સોસિયલ મીડિયા પર અવારનવાર વિડીયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવો જ એક ખુબ વાયરલ થયેલ વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઈંફ્યુલેંસરે એવો કાંડ કર્યો છે કે, જેને લીધે ઈન્ટરનેટ પર તેનો વીડિયો ખુબ વાયરલ થયો છે.
એક શખ્સે પોતાની ગર્લફ્રેન્ડને કારની છત પર બાંધીને આખા શહેરમાં ફેરવી હતી. ફક્ત આટલું જ નહીં, આ દરમિયાન યુવકે પોતાનો એક હાથ યુવતીના હાથ સાથે બાંધીને રાખ્યો હતો. આ ઈંફ્યુલેંસરનું નામ Sergey Kosenko છે કે, જે ઈંસ્ટાગ્રામ પર પોતાના રસપ્રદ વીડિયો માટે ખુબ પ્રખ્યાત છે.
વાયરલ થયેલ આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ રશિયાની રાજધાની મોસ્કોમાં લક્ઝૂરી Bentley કાર ચલાવી રહ્યો છે. જેની છત પર તેને રસ્સી તેમજ ડક ટેપથી પોતાની ગર્લ ફ્રેન્ડની બાંધી રાખી છે. હકીકતમાં ઈંફ્યુલેંસર તથા તેની પ્રેમિકા બંનેનો વિશ્વાસ મેળવવા માગતા હત. તેમના જણાવ્યા મુજબ આ પણ તેમાનું એક છે.
ભલે Sergey આ ખતરનાક તથા શોકીંગ સ્ટંટ માટે કુલ 5 મિલિયન ફોલોઅર્સ ઈમ્પ્રેસ થઈ ગયા હોય પરંતુ એવું કહેવામાં આવે છે કે, તેના આવા કાંડ પછી તેના પર અંદાજે 800 રૂપિયાનો દંડ ફટકારાયો હતો. આની સાથે જ તેની ટિકા પણ થઈ રહી છે. ટ્રોલ થયા પછી તેણે લોકો પાસે માફી પણ માગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.