જુઓ કેવી બહેરમીથી SUV કારે પાંચ લોકોને જીવતા કચડી નાખ્યા- વિડીયો જોઇને હચમચી જશો

અમેરિકાના વિસ્કોન્સિનમાં રવિવારે સાંજે વિસ્કોન્સિન ક્રિસમસ પરેડમાં એક SUV કાર ઘૂસી હતી, જેમાં 5 લોકોના મોત થયા હતા અને 40 ઘાયલ થયા હતા. અધિકારીઓ મિલવૌકીના વૌકેશામાં બનેલી ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના સાંજે 4:30 વાગ્યે બની હતી જ્યારે મોટી સંખ્યામાં લોકો વાર્ષિક સમારોહ જોવા માટે મિલવૌકી, વૌકેશામાં આવ્યા હતા.

પોલીસ વડા ડેન થોમ્પસને પત્રકારોને જણાવ્યું હતું કે, “એક લાલ એસયુવી ક્રિસમસ પરેડમાં પ્રવેશી હતી. આ દરમિયાન કારે કેટલાક બાળકો સહિત 20 થી વધુ લોકોને ટક્કર મારી હતી. આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા હતા. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તેમણે મૃતકોની સંખ્યા આપી ન હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી પરિવારોને જાણ કરવામાં નહીં આવે ત્યાં સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવશે નહીં. ફાયર ચીફ સ્ટીવન હોવર્ડે જણાવ્યું કે, 12 બાળકો સહિત 23 લોકોને છ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને અધિકારીઓએ કાર જપ્ત કરી લીધી છે. પ્રશાસને જણાવ્યું કે કારને રોકવા માટે એક અધિકારીએ તે કાર પર ફાયરિંગ પણ કર્યું હતું. એન્જેલિટો ટેનોરિયો, જે વિસ્કોન્સિન સ્ટેટ ટ્રેઝરરની રેસમાં હતો, તે પણ પરેડમાં હતો અને તેણે મિલવૌકી જર્નલ સેન્ટીનેલને કહ્યું કે, અમે એક SUV પસાર થતી જોઈ અને ત્યાર પછી અમે જોરથી ધડાકો સાંભળ્યો. તેમણે કહ્યું કે આ પછી બસમાં લોકોના ખુબ જ જોરથી રડવાનો તેમજ જોર જોરથી બૂમો પાડવાનો અવાજ સંભળાયો હતો, જે બસ સાથે અથડાઈ હતી.

પોલીસે જણાવ્યું હતું કે ઘણા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જર્નલ સેન્ટીનેલે અહેવાલ આપ્યો છે કે ફૂટેજમાં SUV શાળાના માર્ચિંગ બેન્ડની પાછળથી પરેડમાં ઝડપથી ઘુસી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *