સુરત(ગુજરાત): ઘણી વખત તમને ‘પતિ પત્ની ઓર વો’ના બનાવો જોવા મળતા હોય છે. તેવામાં ફરી એક વાર પતિ પત્ની ઓર વોનો એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. સુરતમાં એક પત્નીને પતિના આડસંબંધની જાણ થતા પતિની ગલફ્રેન્ડને પત્નીએ ભરબપોરે રોડ વચ્ચે જ મારવાનું શરુ કર્યું હતું.
View this post on Instagram
ગુરુવારે બપોરના સમયે ઔદ્યોગિક વિસ્તારમાં અગ્રેસર ગણાતા તાંતીથૈયામાં આવેલા સોનિપાર્ક સોસાયટીમાં રહેતા એક પરપ્રાંતીય પરિવારની મહિલાએ એક યુવતીને જાહેરમાં મારમારી યુવતીના માથાના વાળ કાપ્યા હતા. યુવતી પર આરોપ લગાવ્યો હતો કે, મહિલાના પતિ સાથે આડા સબંધ હતો.
ઘટના બાદ જ્યારે પીડિત મહિલા કડોદરા પોલિસ મથકમાં ફરિયાદ માટે ગઈ ત્યારે પોલીસે મહિલાની ફરિયાદ સાંભળવાના બદલે ત્યાંથી કાઢી મૂકી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં આસપાસ ઉભેલા કેટલાક માણસો જાણે મનોરંજન માણતા હોય તેમ ચિચયારી પાડી મહિલાની મજાક ઉડાવી રહ્યા હતા, પરંતુ તેમાંથી એકપણ વચ્ચે પડી મહિલાને છોડાવા આવ્યા નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.