2021નું વર્ષ સરકારી કર્મચારીઓ માટે સારૂ સાબિત થઈ રહ્યું છે. કારણ કે, મોદી સરકાર તેમના પર સંપૂર્ણપણે મહેરબાન છે. સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તે કર્મચારીઓના ભથ્થા અને અન્ય પેકેજમાં કોઈ જ કાપ મુકશે નહી. રાજ્યસભામાં રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરી દ્વારા પોતે જ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, સરકારી કર્મચારીઓના ભથ્થામાં કાપ મુકાશે તેવો ડર હતો. તેમના આ ડરને દૂર કરવા માટે રાજ્યસભાના એક સદસ્યએ રાજ્ય નાણા મંત્રીને આ અંગેનો સવાલ પુછી લીધો હતો.
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી કોવિડ મહામારીના કારણે લોકડાઉન દરમિયાન અનેક સરકારી વિભાગોમાં વર્ક ફ્રોમ હોમ અપનાવવામાં આવ્યું હતું. એટલે કે કર્મચારીઓ ઘરેથી જ કામ કરી રહ્યા હતા. આ કારણે કર્મચારીઓને લાગતું હતું કે, સરકાર દ્વારા તે સમય દરમિયાનનું ટ્રાન્સપોર્ટ અલાઉન્સ પાછું લેવામાં આવશે. જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે પંકજ ચૌધરીએ જવાબ આપ્યો હતો કે, સરકાર આવું કશું વિચારી રહી નથી.
આ અંગે મંત્રીએ જણાવ્યું કે, સરકાર દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ-પેન્શનર્સ સંબંધી 1 જુલાઈ, 2021થી મોંઘવારી ભથ્થા-મોંઘવારી રાહતના હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને જુલાઈ 2021થી 28 ટકાના દરે મોંઘવારી ભથ્થું-મોંઘવારી રાહતની રકમ મળશે. વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર અને કર્મચારીઓના વેતન અને ભથ્થા સંબંધી વાત છે તો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પહેલેથી જ લાગુ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.