રાઈનું તેલ સવાથ્ય માટે સારું કે ખરાબ? જાણો આ રીતે કરી શકે છે નુકસાન

તમે બધા જાણતા હશો કે ઘણા એવા રોગો છે જેને કારણે લોકોના મોત થતા હોય છે. તેવી જ રીતે એપિડેમિક ડ્રોપ્સી રોગ ના લીધે પણ…

તમે બધા જાણતા હશો કે ઘણા એવા રોગો છે જેને કારણે લોકોના મોત થતા હોય છે. તેવી જ રીતે એપિડેમિક ડ્રોપ્સી રોગ ના લીધે પણ બનાસકાંઠા જિલ્લામાં એક જ પરિવારના ત્રણ લોકોના એપિડેમિક ડ્રોપ્સી રોગના કારણે મોત થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાઈના છોડ સાથે દારૂડીનો છોડ ભળી જતા ઝેર ઉન્પન્ન થતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેને રોગીની ભાષામાં એપિડેમિક ડ્રોપ્સી કહે છે. જે લોકો માટે જીવલેણ સાબિત થયું છે. ત્યારેપ્રથમિક તપાસ દ્વારા ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવ્યો.

ધાનેરામાં એપિડેમિક ડ્રોપ્સીના કારણે 3 લોકોનાં મોત
જાણવા મળ્યું છે કે,બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના કુંડી ગામમાં છેલ્લા 10 દિવસ થી એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં આ મોત એપિડેમિક ડ્રોપ્સીના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.

કઈ રીતે થાય છે એપિડેમિક ડ્રોપ્સી?
એપિડેમિક ડ્રોપ્સી રાઈનું તેલ કાઢતા પહેલા રાઈના છોડ સાથે રાઈ જેવા જ લાગતા દારૂડી નામના જંગલી વનસ્પતિના બીજરીના છોડ સાથે ભળી જતા એપિડેમિક ડ્રોપ્સી નામની બીમારી થાય છે. ભારતમાં સૌ પ્રથમ કેસ 1877માં કલકત્તા, પશ્ચિમ બંગાળ ખાતે નોંધાયો હતો અને મોટો રોગચાળો 1998માં દિલ્લીમાં નોંધાયો હતો.વાત ગુજરાતની કરીએ તો, ગુજરાતમાં પણ ગોધરા અને બનાસકાંઠાના દાંતાવાડા તાલુકામાં કેસ નોંધાયો હતો. આ રોગ દરેક વયજૂથ અને સ્ત્રી-પુરુષમાં સરખા પ્રમાણમાં જોવા મળે છે. એપેડેમિક ડ્રોપ્સી મેં થી લઈ નવેમ્બર માસ સુધી વધુ જોવા મળે છે. એપિડેમિક ડ્રોપ્સીના કારણે વ્યકિતના બંને પગમાં સોજો આવવો, શ્વાસ લેવામાં તકલીફ, ઝામર અને હ્રદયની તકલીફ થાય છે.

ખેતીવાડી વિભાગે જાગૃતિ અભિયાન શરૂ કર્યું
બનાસકાંઠા જિલ્લામાં એપિડેમિક ડ્રોપ્સીના કેસ ના વધે તે માટે ખેતીવાડી વિભાગે અને ગ્રામસેવકોએ ખેડૂતોને જાગૃત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. ખાસ કરીને રાઈડાની લણણીનો સમય હોય ત્યારે ખેડૂતો રાઈ અને દારૂડીના છોડનો ભેદ પારખાય તે માટે ખેડૂતોને જાગૃત કરવામાં આવ્યા છે.સાથે સાથે ખેડૂતોને શુદ્ધતાના પ્રમાણપત્ર વગર રાઈનું તેલ ના ખાવા પણ તકેદારી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *