વરસાદી પાણીથી બચવા કર્યો જુગાડ પણ થયું એવું કે આ વિડીયો હસીને લોથપોથ થઇ જશો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

15 સેકન્ડની ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલો આ ક્લિપએ લોકોને હસાવી-હસાવીને ગાંડા કરી મૂક્યાં છે. આ ક્લિપને સોશિયલ મીડિયા પર વારંવાર લોકો જોઇ રહ્યાં છે. આમ તો કોઇને જમીન પર પડતા જોઇને તેની હાંસી ઉડાવવી એ બેડ મેનર્સ કહેવાય છે. પરંતુ જ્યારે વાત કોઇ એક એવાં બોસની આવે કે જે પોતાના શુઝને કોરા રાખવાની કોશિશ કરે અને તે પડે તો ભાઇ હંસવુ તો આવી જ જાય ને.. કારણ કે આને કહેવાય કર્મા!

@lnstant_regret_ નામના ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં તેઓએ લખ્યું છે કે, ‘બોસ પોતાના બૂટને પલાળવા માંગતા ન હતા.’ તમને જણાવી દઇએ કે, આ વીડિયો અંદાજે અઢી લાખથી પણ વધારે લોકોએ જોઇ લીધો છે અને તેને 11 હજારથી પણ વધારે લાઇક્સ મળી છે.

આ વાયરલ ક્લિપમાં જોઇ શકાય છે કે, એક રસ્તા પર પાણીની ધારા વહી રહી છે. એવામાં એક વ્યક્તિ તેની પરથી પસાર થઇને બીજી તરફ જઈ રહ્યો છે. એટલે કે, તે પોતાના શુઝને ભીના કરે છે. પરંતુ અન્ય વ્યક્તિ એવું કરવા ઇચ્છતો નથી. જેથી ટ્વિટર યુઝરએ તેને ‘Boss’ કહ્યો છે. હવે જે વ્યક્તિ પહેલાં પાણીમાંથી પસાર થાય છે તે જ વ્યક્તિ તે બોસની સગવડ માટે પાણી પર લાકડાનું એક પાટીયું પાથરે છે જેથી બોસના શુઝને પાણી ખરાબ ના કરી શકે. પરંતુ ભાઇ, જેવાં તે મિસ્ટર બોસ તે લાકડીના પાટીયા પર પગ મૂકે છે કે તરત તે ધડામ દઇને જમીન પર પટકાય છે. જે વીડિયો જોઇને તમે પણ ખડખડાટ હસી પડશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *