ગુજરાત: ગુજરાતીઓ માટે આબુ હિલ સ્ટેશન હવે સામાન્ય બની ગયુ છે. ત્યાં પ્રવાસીઓની ભીડ પણ વધુ જોવા મળે છે. પણ હિલ સ્ટેશનનો નજારો જોવા માટે ગુજરાતીઓ ઉત્તરાખંડ, હિમાચલ, સિક્કીમ, અને દક્ષિણ ગુજરાત જતા હોય છે. પરંતુ ચાલો તમને જણાવી દઈએ કે, ગુજરાતની પાસે પણ ઘણા સુંદર હિલ સ્ટેશન છે. ગરમી તથા ખાસ કરીને ચોમાસામાં હિલ સ્ટેશનની સુંદરતા સોળે કલાએ ખીલી ઉઠે છે. વિકેન્ડ પર જવા માટે તેનાથી વિશેષ જગ્યા બીજી કોઈ નથી.
વિલ્સન હિલ્સ:
ગુજરાતના વલસાડ જિલ્લામાં વિલ્સન હિલ્સ આવેલું છે. તે ચારે તરફ જંગલથી ઘેરાયેલુ હિલ સ્ટેશન છે. જે ગુજરાતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાંનુ એક ગણાય છે. સુરતથી માત્ર 125 કિલોમીટર દૂર આવેલુ આ હિલ સ્ટેશન પ્રેમીઓ માટે સ્વર્ગ જેવુ વાતાવરણ સર્જે છે. જ્યા વાદળોથી ઘેરાયેલ પહાડ, લીલોતરીથી ભરેલા વૃક્ષો, ઠંડી હવા, સુખદ હવા અને પહાડીની ચોટી પરથી સમુદ્રનું અદભૂત દ્રશ્ય જોવા મળે છે. જો તમને ફોટોગ્રાફીનો શોખ છે, તો અહી આવીને પ્રાચીન ઘાટી, સરોવર અને સૂર્યાસ્તનો નજારો પણ માણી શકો છો. અહીંના મુખ્ય આકર્ષણ બિરુમલ શિવમંદિર, વિલ્સન હિલ્સ મ્યૂઝિયમ, બિલપુડી ટ્વિન સરોવર અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર છે.
સાપુતારા:
ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારાએ એક પર્યટન સ્થળ છે. જે મુંબઈથી 200 કિમી દૂર અને મુંબઈની બોર્ડરથી માત્ર 4 કિલોમીટર દૂર આવેલુ પશ્ચિમી ઘાટનું સુંદર હિલ સ્ટેશન છે. તે ગુજરાતનું એવુ હિલ સ્ટેશન છે, જે 1000 મીટરની ઊંચાઈ પર આવેલુ છે. તે પ્રવાસીઓને ગરમીની મોસમમાં વધુ આકર્ષિત કરે છે. તો ચોમાસામા તો તેનો નજારો આહલાદક બની જાય છે. સાપુતારામાં આસપાસ અનેક કલાત્મક નજારો પણ માણવા મળે છે. હટગઢ કિલ્લો શિવાજી દ્વારા તેમના શાસનકાળમાં બનાવવામાં આવ્યો હતો. જ્યાં ભગવાન શિવની મૂર્તિઓ જોવા મળે છે.
ડોન હિલ સ્ટેશન:
ગુજરાતના ડાંગ જિલ્લામાં ડોન હિલ સ્ટેશન આવેલુ છે. જે માત્ર 1200 લોકોની વસ્તી ધરાવતુ એક ગામ છે. 1000 મીટરની ઊંચાઈ પર આવેુ આ હિલ સ્ટેસન સુરત નજીક આવેલુ પ્રાચીન હિલ સ્ટેશન છે. ત્યાનો નજારો મંત્રમુગ્ધ કરી દે તેવો છે. અહી તમે ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, કેમ્પિંગ, ડોન મહોત્સવની મજા માણી શકો છો.
પાવાગઢ:
પાવાગઢએ વડોદરા પાસે આવેલુ છે. ચોમાસામાં વહેતા ઝરણાનું તેની પહાડીઓ પરથી મનોરમ દ્રશ્ય કોઈ સ્વર્ગથી ઓછું નથી. સાથે સાથે તે ટ્રેકિંગ માટે પણ ફેમસ છે. અહી ઠેર ઠેર પ્રાકૃતિક સૌંદર્ય પથરાયેલુ છે. તેની ઉપર કાલકા માતાનુ મંદિર, ચાંપાનેર કિલ્લો અને જામા મસ્જિદ પણ આવેલી છે.
ગિરનાર:
આખા ગુજરાતમાં ગિરનારની પહાડીઓ ફેમસ છે. અહી જૈન મંદિરોની હારમાળા આવેલી છે. જેથી તે એક ધાર્મિક સ્થળ પણ ગણાય છે. ગુજરાતનું સૌથી ઉંચુ હિલ સ્ટેશન ગિરનાર છે. જેની 5 પહાડીઓ પર અનેક પ્રાચીન મંદિરો આવેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.