અમદાવાદમાં અંગત અદાવતમાં ખેલાયો ખૂની ખેલ- કરીયાણાની દુકાનવાળાને છરીનાં ઘા મારીને કરી નિર્મમ હત્યા

અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો ચક્ચારો બનાવ સામે આવ્યો છે જેમાં અમદાવાદના અમરાવાડી વિસ્તારમાં અંગત અદાવતમાં 40 વર્ષીય કરિયાણાના વેપારીની હત્યા કરવામાં આવી હતી. જોકે, છેલ્લા એક મહિનામાં શહેરમાં દસ જેટલા હત્યામાં બનાવો સામે આવ્યા છે. શહેરમાં જાણે ગુનેગારો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે અને તેમાં પણ પૂર્વ વિસ્તારમાં જાણે ગુનેગાર માટે હોટસ્પોટ બન્યું છે. ત્યારે પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સંતોશીનગર ચાલીમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે.

જાણવા મળ્યું છે કે, અંગત અદાવત 3 શખ્સો છરીના એક પછી એક ઘા મારી હત્યા કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસ દ્વારા આરોપીને શોધવા માટે CCTV તપાસવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને મૃતકના ભાઈની ફરિયાદ લઈ આરોપી પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, અમરાઈવાડીમાં રહેતા અવધેશ સહાની રાજ્યા બીબીની ચાલીમાં રહે છે અને વર્ષોથી સતોષીનગરમાં કરિયાણાની દુકાન ચાલાવે છે. પણ શનિવારની સાંજ આ દુકાનમાં તેની આખરી સાંજ બની હતી. આરોપી ભાવેશ ઉર્ફે રાજા તેના 3 સાગરીતો સાથે અવધેશ સહાની દુકાને આવ્યા અને સિગરેટ માગીને ઝગડો કરી અચાનક એક પછી એક છરીના ઘા મારી હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

પ્રાથમિક તપાસમાં આ હત્યા અંગત અદાવતમાં થયી હોવાનું સામે આવ્યું છે. ભરચક વિસ્તારમાં બનેલ  આ ઘટનાએ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પણ સવાલ ઉઠાવ્યા છે. જોકે, હવે જોવું એ રહ્યું કે પોલીસ વધતી જતી ગુનાખોરી પર અંકુશ ક્યારે મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *