રાજકોટ(ગુજરાત): આજકાલ અકસ્માતના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. જેનો ભોગ માસુમ બાળકો પણ બનતા હોય છે. રાજકોટ શહેર અને જીલ્લામાં વર્તમાન સપ્તાહમાં અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી છે. જે અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જ્યારે કે કેટલાક લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેના કારણે તેમની સારવાર પણ ચાલી રહી છે. ત્યારે રાજકોટના ન્યારી ડેમ નજીક કારની અડફેટે આવતા બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત નિપજયાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, કાલાવડ રોડ પર આવેલા વીરડા વાજડી ગામે રહેતા મચ્છાભાઈ તોયતા નામના 19 વર્ષીય ભરવાડ યુવાનનું અકસ્માત દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, મચ્છાભાઈ તોયતા નામનો યુવાન મજૂરી કામ અર્થે પોતાના ગામ વીરડા વાજડીથી ન્યારી ડેમ તરફ જઈ રહ્યો હતો. આ સમયે એક કાર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ 108ની ટીમ અને તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી ગયા હતાં. ત્યારબાદ ઘટના સ્થળ પર પહોંચેલી 108ની ટીમ દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો તાલુકા પોલીસ અધિકારીઓ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતાં લાશને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, પોલીસની પ્રાથમિક તપાસમાં યુવાન ચાની હોટલમાં મજૂરી કામ કરે છે. ત્યારે યુવાન ચાની હોટલ પર પહોંચે તે પહેલા જ કારે ટક્કર મારતાં યુવાનનું ઘટના સ્થળ પર મોત નિપજયાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલક વિરૂધ્ધ કાનૂની પગલા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.