ગુજરાતનું ગૌરવ: નાની ઉમરમાં મોટુ કામ કરીને અન્ય ખેલાડીને હંફાવે છે આ ગુજરાતની દીકરી…

વલસાડ (ગુજરાત): તમે બધા જાણો છો કે ,ગુજરાત રાજ્યમાં છોકરીઓ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે.છોકરીઓ આજકાલ બાઈક રાયડ, ટ્રક ,કાર,વગેરે ચલાવતી હોય છે.પણ છોકરીઓ રમતમાં…

વલસાડ (ગુજરાત): તમે બધા જાણો છો કે ,ગુજરાત રાજ્યમાં છોકરીઓ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે.છોકરીઓ આજકાલ બાઈક રાયડ, ટ્રક ,કાર,વગેરે ચલાવતી હોય છે.પણ છોકરીઓ રમતમાં પણ આગળ આવી રહી છે.ભારત દેશની છોકરીઓ હોકી,ક્રિકેટ,કબ્બડી વગેરે જેવી રમતમાં પોતાની ભૂમિકા ભજવતી હોય છે.આ ઉપરાંત ઓલમ્પિક ગેમ્સ નું રંગેચંગે સમાપન પણ થાય છે. પરંતુ હવે પછીની ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવાના લક્ષાંક સાથે વલસાડની એક 18 વર્ષીય યુવતી કીક બોક્સીંગ અને મિક્સ માર્શલ આર્ટની તૈયારીઓ કરી રહી છે. વલસાડ જિલ્લામાં નાની ઉંમરથી એક દીકરી પ્રસિદ્ધી મેળવી રહી છે. જે ઉંમરમાં બાળકો ગેમ અને રમકડાં રમે છે તે ઉંમરમાં આ દીકરીએ કીક બોક્સીંગ અને માર્શલ આર્ટમાં મહારત હાંસિલ કરી છે.

ઓલમ્પિક ગેમ્સ નું રંગેચંગે સમાપન થયુ છે. પરંતુ હવે પછીની ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવવાના લક્ષાંક સાથે વલસાડની એક 18 વર્ષીય યુવતી કીક બોક્સીંગ અને મિક્સ માર્શલ આર્ટની તૈયારીઓ કરી રહી છે. વલસાડ જિલ્લામાં નાની ઉંમરથી એક દીકરી પ્રસિદ્ધી મેળવી રહી છે. જે ઉંમરમાં બાળકો ગેમ અને રમકડાં રમે છે તે ઉંમરમાં આ દીકરીએ કીક બોક્સીંગ અને માર્શલ આર્ટમાં જીત હાસલ કરવાની તેયારી કારી રહી છે.

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના વલસાડ શહેર પાસે આવેલા લીલાપોર ગામમાં રહેતી મધ્યમ વર્ગની એક યુવતીએ આવનાર ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવીને વલસાડ જિલ્લાનું નામ રોશન કરવાનુ નક્કી કર્યુ છે. કેશા મોદીએ માત્ર 2 વર્ષમાં કીક બોક્સીંગ અને મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ મેળવી હતી. ટ્રેઇનિંગ દ્વારા વિવિધ સ્પર્ધાઓમાં પોતાના કરતા વધુ વજન ધરાવતી યુવતીઓ સાથે ચેલેન્જિંગ ફાઈટ કરીને ગોલ્ડ મેડલ મેળવવામાં મહારથ હાંસલ કરી છે. કેશાએ માત્ર બે વર્ષમાં તેનાથી મોટી ઉંમરની યુવતીઓ અને તેનાથી વધુ વજન ધરાવતી યુવતીઓને હરાવીને 12 જેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે અને 2 જેટલા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે.

મધ્યમ પરિવારમાંથી આવતી કેશા મોદી દક્ષિણ ગુજરાતની પહેલી યુવતી છે, જેને 2 વર્ષમાં 12 જેટલા ગોલ્ડ મેડલ જીતી વલસાડ જિલ્લા અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ટ્રેનિંગની સાથે તે અન્ય બાળકોને પણ ટ્રેઈન કરે છે. આમ, તે પોતાના પરિવારના ભરણ પોષણ માટે પણ મદદ કરે છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી કેશના માતા-પિતા બંને નોકરી કરે છે, જેથી ઘરના બધા કામ કરવાની જવાબદારી કેશા પર હોય છે. તેમ છતાં કેશા ઘરના કામની સાથે સાથે પોતાની બોક્સીંગની ટ્રેનિંગ પણ ચાલુ રાખે છે. ઘરની જવાબદારી ઉપાડીને તેણે 18 વર્ષની ઉંમરે 12 જેટલા મેડલ જીત્યા છે.કેશાને લઈને તેનો પરિવાર પણ તેના પર ગર્વ અનુભવે છે.

કેશાનું વજન 42 કિલો છે. પણ તે 50 કિલો વજનની યુવતીઓ સાથે પણ ફાઈટ કરી ચૂકી છે. તમામ યુવતીઓને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યા છે. કેશા રોજ 4 થી 5 કલાક તેના ટ્રેનર ચેતન પટેલ સાથે પ્રેક્ટિસ કરે છે. આવતા  દિવસોમાં કેશા ગોવામાં યોજાનારી કીક બોક્સીંગ અને માર્શલ આર્ટની ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં જવા માગે છે. જેના માટે તે અત્યારથી પ્રેક્ટિસ કરી રહી છે.અને પ્રેક્ટિસ સાથે સાથે તે પોતાના ઘરની જાબદારી પણ સંભાળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *