દારૂના નશામાં ધુત કારમાં સવાર છોકરીએ ડીલીવરી બોયને જીવતે જીવ કચડી નાખ્યો

મધ્યપ્રદેશના ઇન્દોરમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં સ્વિગીના ડિલિવરી બોયનું મોત થયું છે. કારમાં રહેલી છોકરીઓએ કારને ડિલિવરી બોય ઉપર ચડાવી દીધી હતી, જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આરોપ છે કે છોકરીઓ દારૂ પીઈને ગાડી ચલાવી રહી હતી.

મળતી માહિતી અનુસાર, રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના નશામાં રહેલી છોકરીની કાર મોડી રાત્રે બાઇક પર સવાર સ્વિગીના ડિલિવરી બોય દેવીલાલને ટક્કર મારી હતી. કારની ટક્કરથી યુવક જમીન પર પડી ગયો હતો. આરોપ છે કે કાર અને સ્વિગીના ડિલિવરી બોયના અકસ્માત બાદ કાર રોકાઈ નહોતી અને તે યુવકનું માથું કચડીને નીકળી ગઈ હતી. આ અકસ્માતમાં ડિલિવરી બોયનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યુ કે, કાર ચલાવતી યુવતીએ એટલો દારૂ પીધો હતો કે તે બરાબર ઊભી પણ રહી શકતી ન હતી. કારમાં બેઠેલા તેના ત્રણય મિત્રોનો પણ આવો જ હાલ હતો. અકસ્માત બાદ કારને લોકોએ ઘેરી લીધી હતી અને છોકરીઓને બહાર કાઢીને કારમાં તોડફોડ કરી હતી. ઘટનાસ્થળે આવેલી પોલીસની મહામહેનતે તેમને બચાવી લીધા અને પોલીસ સ્ટેશન લઈ ગયા.

કાર વિજયનગરથી ટ્રેઝર ટાઉન તરફ જઈ રહી હતી ત્યારે રાજેન્દ્ર નગર બ્રિજ પાસે બાઇક પર જઈ રહેલા ડિલિવરી બોયને ટક્કર મારી હતી. આ પછી કાર તેના માથા પરથી પસાર થઈ. પોલીસના જણાવ્યા અનુસાર, કાર નીતિન મહેશ્વરીના નામે નોંધાયેલી છે.

કાર ચલાવતી યુવતીની સાથે તેના ત્રણ મિત્રો પણ કારમાં હતા. ચારેય કોઈ પાર્ટીમાંથી આવી રહ્યા હતા. આરોપ છે કે ત્રણેય છોકરીઓ નશામાં હતી. હાલમાં, પોલીસે કેસ નોંધ્યો છે અને છોકરીઓની ધરપકડ કરી છે અને કાર પણ જપ્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *