અમરેલી(ગુજરાત): એક દુ:ખત સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. એક ટ્રક અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો છે. આ દુર્ઘટનામાં 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. તેમાંથી 4 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ બનાવ લગભગ રાત્રે 3 કલાકે બન્યો છે. આ અકસ્માત ટ્રક ચાલકે કાબુ ગુમાવતા સર્જાયો છે.
કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ…— Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021
લગભગ રાત્રે 3 કલાકે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક એક ટ્રક ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. એક ઝુપડપટ્ટીમાં આ ટ્રક ઘુસી ગયો હતો. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, તો 4 ને ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને 108ની ટીમ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી.
અમરેલી જિલ્લામાં થયેલા આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું છે કે, કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાની સુચના કરી છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…
એટલું જ નહીં, અન્ય ટ્વીટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાયની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તરફથી અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખની સહાય મળશે.
અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોના નામ:
વિરમભાઈ છગનભાઇ રાઠોડ ઉ.વ. 35
નરશીભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ. 60
નવઘણભાઈ વસનભાઈ સાંખલા ઉ.વ. 65
હેમરાજભાઈ રધાભાઈ સોલંકી ઉ.વ. 37
લક્ષમીબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ. 30
સુકનબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ. 13
પૂજાબેન હેમરાજભાઈ સાખલા ઉ.વ. 8
લાલાભાઈ ઉર્ફે દાદુભાઈ ડાયાભાઇ રાઠોડ ઉ.વ. 20
ઈજાગ્રસ્ત લોકોના નામ:
લાલાભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ. 3
ગીલીભાઈ હેમરાજભાઈ સોલંકી ઉ.વ. 7
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.