જયારે ગુજરાતની જનતા એક-એક શ્વાસ માટે લડી રહી છે ત્યારે ભાજપ આગેવાનો મીઠાઈ વહેચી…

કોરોનાના વધતા સંક્રમણને કારણે દિવસે દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને કેટલાક લોકોને આ કાળમુખો કોરોના પોતાના ભરડામાં લઇ રહ્યો છે. કેટલીક…

કોરોનાના વધતા સંક્રમણને કારણે દિવસે દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને કેટલાક લોકોને આ કાળમુખો કોરોના પોતાના ભરડામાં લઇ રહ્યો છે. કેટલીક હોસ્પીટલમાં દર્દીઓને બેડ અને ઓક્સીજન નથી મળી રહ્યા જે એક અત્યંત ગંભીર બાબત ગણી શકાય. હાલમાં ઘણી હોસ્પિટલોમાં ઓક્સીજનની અછત સર્જાણી છે આ ઓકિસજનની અછતને કારણે કેટલાય માસુમ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર તમને જણાવીએ કે, ગુજરાતમાં આવેલ જુનાગઢ શહેરમાં ભાજપ દ્વારા એક ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો જયારે એકતરફ જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં દર્દીઓ ઓક્સીજનની અછતને કારણે રઝળી-રઝળીને મૃત્યુ પામી રહ્યા છે, જયારે ગઈ સાંજે ઓક્સીજન પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે ભાજપના નેતાઓએ એક બીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા જેને લીધે આ મુદ્દો એક ચર્ચાનો વિષય બન્યો છે. આ મુજબ ના ફોટો સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાતા લોકો દ્વારા ભારે ટીકા કરવામાં આવી રહી છે.

જુનાગઢ શહેરની સિવિલ હોસ્પીટલમાં દર્દીઓ બેડ માટે રઝળી રહ્યા છે, તેઓને બેડ નથી મળી રહ્યા અને જો બેડ મળે તો ઓક્સીજન નથી મળી રહ્યો અને સમયસર પીવા માટે પાણી અને વેન્ટિલેટર પણ નથી મળી રહ્યા જેને લીધે દરરોજ 10 થી 15 જેટલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. દરરોજ કોઈને કોઈ પોતાના પરિવારજનોને ગુમાવી રહ્યા છે. કોઈ પોતાની માતાને ગુમાવે, તો કોઈ તેમના પિતાને ગુમાવે અને તો કોઈ પોતાના ભાઈ કે બહેનને ગુમાવે, તો કોઈ પોતાના પુત્રને ગુમાવે, આમ ઘણા લોકો આ કોરોનાના ભરડામાં આવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ ગઈ સાંજે ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરવાના સમયે ભાજપે નાટક શરૂ કર્યા હતા.

જુનાગઢ શહેરમાં ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરવા ભાજપના આગેવાનો ઉદઘાટન સ્થળ પર આવી પહોચ્યા હતા, અને શ્રીફળ વધેરીને ઓક્સીજન પ્લાન્ટનું ઉદઘાટન કરીને જાણે ખુશીનો પ્રસંગ હોય તેવી રીતે એક બીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા અને ફોટા પડાવ્યા હતા. ઓક્સીજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો એ વાત તો બરોબર પરંતુ બીજી બાજુ કોરોનાને લીધે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે, ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં ભાજપના આગેવાનો એક બીજાના મોઢા મીઠા કરાવતા જરા પણ સંકોચ અનુભવતા નથી જેને કારણે સમગ્ર મુદ્દો હાલ એક સર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *