હાઇવે પર ટ્રક અને ઓટો વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, બે બાળકો સહિત 5 મુસાફરોનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત

બિહાર: અરરિયામાં રવિવારે સવારે એક ઝડપી ટ્રકે ઓટોને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં ઓટોમાં સવાર બે બાળકો સહિત 5 મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 3 ની હાલત ગંભીર છે. ઘાયલોને અરરિયા સદર હોસ્પિટલ, પૂર્ણિયા અને ભાગલપુરમાં મોકલવામાં આવ્યા છે. અકસ્માત રામપુર કોદરકટ્ટી ગામ નજીક થયો હતો.

ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે, ઓટોનું પડીકું વળી ગયું હતું. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતકોમાં મહાવતી દેવી, નનુલાલ ઋષિ, સુશીલા દેવી, મીનાક્ષી કુમારી અને ગૌરવ કુમારનો સમાવેશ થાય છે. સાથે જ સુમન દેવી, રાજકુમારી, દીપક કુમાર ઋષિ, ફૂલ કુમારી, સુશીલ ઋષિદેવ, રાણીગંજ અને મિથુન ઋષિદેવ ઘાયલ થયા છે. ઓટોમાં ડ્રાઇવર સહિત કુલ 11 લોકો સવાર હતા. તમામ પૂર્ણિયામાં એક સંબંધીના ઘરેથી પરત ફરી રહ્યા હતા. ઓટો પૂર્ણિયાથી અરરિયા તરફ આવી રહ્યો હતો. ટ્રક ઓટોને પાછળથી ટક્કર મારીને ભાગી ગયો હતો. તમામ ઘાયલ અને મૃતકો સગા સંબંધી છે.

અકસ્માતની માહિતી મળતા જ સદર એસડીએમ શૈલેષચંદ્ર દિવાકર, એસડીપીઓ પુષ્કર કુમાર અને અન્ય અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ દળો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટના અંગે પૂછપરછ શરુ કરી હતી. એસડીઓ શૈલેષચંદ્ર દિવાકરે કહ્યું હતું કે, અરરિયાના 2 મૃતકોને 4 લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ. તે જ સમયે, પૂર્ણિયાના 2 મૃતકો માટે, વળતરની રકમ અંગે પૂર્ણિયા જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *