સામાન્ય રીતે, મોટાભાગના લોકો પોતાના દેશમાંથી બીજાના દેશમાં વસવાટ કરવાનું પસંદ કરે છે અને કેટલાક લોકો વિદેશમાં રહેવાનું પણ પસંદ કરે છે પરંતુ સત્ય થોડું આનાથી અલગ છે. વિશ્વના ઘણા દેશો એટલા મોંઘા છે કે ત્યાં રહેવું ખૂબ મુશ્કેલ બની શકે છે. જો કે, કેટલાક દેશોમાં મકાન ભાડું ઓછું અને નાસ્તા ભાડુંપણ સસ્તું હોઈ શકે છે, પરંતુ તે પણ બીજા કારણોથી મોંઘા પણ થઈ શકે છે. જો તમે પણ બીજા કોઈ દેશમાં રહેવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે એકવાર આ દેશોની યાદી વાંચો અને જાણો કે વિશ્વમાં રહેવા માટે કયા દેશો સૌથી મોંઘા છે.
સ્વિટ્ઝર્લેન્ડ:
સ્વિટ્ઝર્લેન્ડને સમગ્ર વિશ્વમાં રહેવા માટે સૌથી મોંઘો દેશ ગણવામાં આવે છે. ખાવા-પીવાથી માંડીને હોટેલ, કપડાં, ઘર વગેરે બધું જ ખૂબ મોંઘુ છે. એટલું જ નહીં, જ્યારે સ્વાસ્થ્ય વીમાની વાત આવે છે, ત્યારે આ દેશ મોંઘા દેશોની યાદીમાં ટોચ પર છે. અહીંની હોટલ અને કરિયાણાની કિંમત વિશ્વના અન્ય દેશો કરતાં વધુ મોંઘી હોવાનું કહેવાય છે. આ દેશમાં, તમારે તમારા ઘરમાં રહેવા માટે ટેક્સ પણ ચૂકવવો પડશે.
બર્મુડા:
બર્મુડાનો દરિયા કિનારો અને તેની સુંદરતા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. એટલા માટે દરેક વ્યક્તિ આ ટાપુ પર રહેવાનું સપનું જોવે છે. પરંતુ અહીં રહેવું એ મોટાભાગના લોકો માટે માત્ર એક સપનું છે. બર્મુડા ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં એક બ્રિટીશ ટાપુ છે. તે રહેવા માટે સૌથી મોંઘા દેશોમાથી એક છે. તેની રાજધાની હેમિલ્ટન પણ સૌથી મોંઘા શહેરોમાંનું એક છે. એક અહેવાલ મુજબ, બર્મુડાનો જીવન ખર્ચ અમેરિકા કરતા ઘણો વધારે છે.
આઇસલેન્ડ:
આઇસલેન્ડ થોડા વર્ષોથી હરવા-ફરવા અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખૂબ જ લોકપ્રિય સ્થળ બની ગયું છે. આઇસલેન્ડમાં પોતાનું ઘર બનાવી રહેવા માટે કિંમત મોંઘી નથી. પરંતુ અહીંનું ભોજન અને કરિયાણું ખૂબ મોંઘુ છે. આઇસલેન્ડને તેની મોટાભાગની ખાદ્ય ચીજો અન્ય દેશોમાંથી આયાત કરવી પડે છે, જેના કારણે ખર્ચમાં વધારો થાય છે જેના કારણે ખાવાપીવાની વસ્તુ મોંઘી બને છે.
નોર્વે:
નોર્વે હંમેશા વિશ્વના સૌથી મોંઘા દેશોની યાદીમાં ટોચ પર રહ્યું છે. અહીંના ભોજન ખર્ચ યુરોપના બાકીના દેશો કરતા ઘણા વધારે છે. નોર્વેમાં 25% જેટલો ટેક્સ લગાવવામાં આવે છે જે ખૂબ ઊચો ગણાય છે.ખોરાક પર 15% ટેક્સ છે જે ઓછો છે પરંતુ તેમ છતાં તે ખર્ચાળ માનવામાં આવે છે.
લક્ઝમબર્ગ:
લક્ઝમબર્ગએ પશ્ચિમ યુરોપનો એક નાનો દેશ છે. એક અહેવાલ અનુસાર, લક્ઝમબર્ગમાં રહેવાની કિંમત પશ્ચિમ યુરોપના 81% શહેરો કરતાં વધુ ખર્ચાળ છે. આ ઉપરાંત, તે વિશ્વના 85% શહેરો કરતાં વધુ ખર્ચાળ છે. કેટલાક લોકો તેમની અઠવાડીની ખરીદી માટે બહાર જાય છે. કારણ કે લક્ઝમબર્ગની કરતા ફ્રાન્સમાં દૂધ થી લઈને માંસ અને બીયર સુધી બધું જ સસ્તું છે.
ડેનમાર્ક:
ડેનમાર્ક એ એવા લોકો માટે નથી જે લોકો સસ્તામાં જીવન જીવવા માંગે છે તેમના માટે ડેનમાર્ક બિલકુલ નથી. ત્યાની હોટલોની કિંમતો વિશ્વમાં સૌથી વધુ છે. મધ્ય-રેન્જ રેસ્ટોરન્ટમાં બે લોકો માટે ત્રણ કોર્સ ભોજનની કિંમત 600 ડેનિશ ક્રોન એટલે કે, 6,800 રૂપિયા છે. એ જ રીતે, ડેનમાર્કની રાજધાની કોપનહેગન વિશ્વના સૌથી મોંઘા દેશોમાંનો એક છે. જો તમે એક-બે વ્યક્તિ છો અને ડેનમાર્કમાં રહેવાનું વિચારી રહ્યા છો તો તમે ઉચ્ચ ગુણવત્તાવાળા જીવનનો આનંદ માણી શકો છો. તે જ સમયે, જો તમે ડેનમાર્કમાં પરિવાર સાથે રહેવાનું વિચારી રહ્યા છો, તો અહીં રહેવાની કિંમત ઘણી વધારે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.