સમગ્ર દેશમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. એક બાજુ કેટલાક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100ને પાર પહોંચ્યા છે. તો બીજી બાજુ ખાદ્યપદાર્થોના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે, અસહ્ય મોંઘવારીથી સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. તો લોકોનું જીવન નિર્વાહ પણ હવે ભારે મુશ્કેલ બન્યું છે.
આ ઉપરાંત, બીજી બાજુ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે હવે તહેવારોની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. તેમજ સિંગતેલ અને કપાસીય તેલના ભાવ એક સપાટી પર પહોંચ્યા છે.જાણવા મળ્યું છે કે, સીંગતેલ અને કપાસીયા તેલના ડબ્બાનો ભાવ બે હજાર પાંચસો થયો છે. જ્યારે પામોલિન તેલનો ભાવ બે હજારની સપાટી કુદાવીને બે હજાર 30 રૂપિયા થયો છે.
પામોલીન તેલનો ભાવ 2000ની સપાટી કુદાવી 2030 થયો
સિંગતેલ અને કપાસીયા તેલના ભાવ એક સપાટીએ
કપાસીયા તેલ ના ડબ્બાનો ભાવ 2500
સિંગતેલ ડબ્બાનો ભાવ 2500
તહેવારોના સમયે સિંગતેલ અને કપાસીયાના ભાવ એક સરખા
સમગ્ર દેશમાં ખાદ્યતેલના ભાવ વધારાના કારણે ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે. ફરસાણના ભાવ વધવાથી ગ્રાહકોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. અરવલ્લીમાં ખાદ્ય તેલના ડબ્બાનો ભાવ રૂપિયા 2 હજાર 600 થયો છે. અગાઉ તેલનો ડબ્બો રૂપિયા 1 હજાર 200માં મળતો હતો. પરંતુ, હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ગ્રાહકો મોંઘા ભાવે ફરાળી તેમજ ફરસાણ ખરીદવા મજબુર બન્યા છે. સરકાર દ્વારા ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.