ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવેલા વડતાલના દંપત્તિએ મંદિરમાંથી લુંટી લીધા ચાંદીના છત્તર

વડતાલ(ગુજરાત): સોમવારે સવારે બોરસદ તાલુકાના નાપા-તળપદમાં આવેલા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા આવેલા વડતાલના દંપત્તિએ મંદિરમાંથી રૂપિયા 25 હજાર રૂપિયાના ચાંદીના છત્તરની ચોરી કરી હતી. આ અંગેની જાણ સ્થાનિક રહીશોને થતાં જ તેમણે તરત જ તેમને દંપતીને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. આ મામલે બોરસદ ગ્રામ્ય પોલીસે બંને વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરુ કરી છે.

બોરસદ તાલુકાના નાપા તળપદમાં ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. એક દંપત્તિ સોમવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ બાઈક લઈને મંદિરના દર્શન કરવા આવ્યું હતું. ત્યારે તેઓએ દર્શન કર્યા પછી મંદિરનો આગળનો કઠેરો ખોલી અંદર પ્રવેશ્યા હતા અને માતાજીની મૂર્તિ પર લગાવેલું ચાંદીનું છત્તર ચોરીને તેની પાસેની થેલીમાં મૂકી તેઓ મંદિરમાંથી બહાર નીકળ્યા ગયા હતા.

મળતી માહિતી અનુસાર, એ સમયે મંદિર પાસે નાળિયેર અને ઠંઠા પીણાની દુકાન ધરાવતા કનુભાઈ નાનજીભાઈ પરમારે આ દ્રશો જોયા હતા. બંને જણાં અજાણ્યા હોય અને તેમની હિલચાલ શંકાસ્પદ જણાતાં જ તેમણે તરત જ ચીસો પડવાની શરુ કરી હતી. જેને કારણે આસપાસના સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે બંને વ્યક્તિને ઝડપી લીધા હતા અને ઢોરમાર માર્યો હતો.

બંનેની પૂછપરછ કરતાં તે વડતાલના રહેવાસી હોવાનું અને તેઓ સુરેશ મણીલાલ વાઘેલા અને તેની પત્ની અરૂણા ઉર્ફે કપીલા હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ તેમને પકડી પાડી બંને વ્યક્તિને પોલીસને હવાલે કરતાં પોલીસે કનુભાઈ પરમારની ફરિયાદના આધારે બંને વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને તેમની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે બંનેના કોવિડ રિપોર્ટ બાદ કોર્ટમાં રજૂ કરી તેઓ આ સિવાય અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરવા રિમાન્ડ મેળવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *