હવેથી વેપારીઓ આસાનીથી કરી શકશે હીરાનું ખરીદ-વેચાણ: સુરતમાં તૈયાર થયું દેશનું સૌપ્રથમ ઓક્શન હાઉસ

હાલમાં રાજ્યમાં આવેલ ડાયમંડ સીટી સુરતમાંથી એક સમાચાર સામે આવ્યા છે. નાના વેપારીઓ તેમજ નાના જ્વેલર્સોને તેમની પ્રોડક્ટની હરાજી કરવા માટે આસાનીથી જગ્યા મળી રહે એના માટે GJEPC દ્વારા સુરતમાં ભારતનું સૌપ્રથમ ઓક્સન હાઉસનું ઉદ્‌ઘાટન 16 ઓગસ્ટનાં રોજ થવા માટે જઈ રહ્યું છે.

જેનું ફક્ત 1 દિવસનું ભાડું 1 લાખ રૂપિયા હશે. સૌપ્રથમ બુકિંગ 18 ઓગસ્ટનાં રોજ થયું છે. આ ઓક્શન હાઉસ વેસુ વિસ્તારના ટાઈટેનિયમ સ્ક્વેરમાં ચોથા માળ પર બનાવવામાં આવ્યું છે, જે લગભગ 4 કરોડ રૂપિયાનો ખર્ચે તેમજ 2200 સ્ક્વેરફૂટમાં તૈયાર કરવામાં આવ્યું છે.

ભારતમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા માટે 3 એજન્સીઓ એટલે કે, સેન્ટ્રલ ગવર્નમેન્ટની એજન્સી, સ્ટેટ ગવર્નમેન્ટની એજન્સી અથવા તો GJEPC પોતે બનાવે તો તેની માન્યતા રહેલી છે. આ ઓક્શન હાઉસ GJEPC દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે કે, જેમાં કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, નવરત્ન ગેલરી, સેઈફ ડિપોઝિટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.

રફ-પોલિશ્ડ ડાયમંડ, જેમ્સ-જ્વેલરીનું ખરીદ-વેચાણ સરળ બનશે:
આ ઓક્શન હોઉસમાં રફ-પોલિશ્ડ ડાયમંડ, જ્વેલરી તથા જેમ્સ સ્ટોનની ખરીદી, વેચાણ તેમજ હરાજી કરી શકાશે. ખાસ કરીને ભારતનું સૌપ્રથમ ઓક્શન હાઉસ હોવાને લીધે સુરતની ઉપરાંત સૌરાષ્ટ્ર અથવા તો અન્ય શહેરોમાં પણ હીરા જ્વેલરીનો વ્યવસાય કરનારને ખુબ લાભ થશે. વિશ્વનો કોઈપણ વેપારી આ ઓક્શન હાઉસનો ઉપયોગ કરી શકશે.

હીરા વેપારીઓ ટેન્ડરિંગ પણ કરી શકશે:
સરકારની ગાઇડલાઈન મુજબ આ ઓક્શન હાઉસ બનાવવામાં આવ્યું છે કે, જેમાં કોઈપણ વ્યક્તિ, કોઈ પણ માઈનર માલ બતાવવા માટે અથવા વેચાણ માટે લાવી શકે છે. લોકલ માર્કેટમાંથી કોઈએ ટેન્ડરિંગ કરવું હોય તે પણ પોતાનો માલ આસાનીથી મૂકી શકશે. આમ, મોટી માઈનર કંપનીઓ સુરતમાં આવેલ ડાયટ્રેડ સેન્ટરમાં આવશે કે, જ્યારે નાની કંપનીઓ આ ઓક્શન હાઉસમાં આવશે.

અત્યાર સુધીમાં હોટલો ભાડે રાખવી પડતી હતી:
ચેરમેન દિનેશ નાવડિયા જણાવે છે કે, સુરતમાં કેટલીક કંપનીઓ ખરીદી, વેચાણ, હરાજી કરવા માટે આવતી હતી પણ કોઈ હોટલોમાં આયોજન કરવામાં આવતું હતું કે, જ્યાં લાઈટ, સિક્યોરટી સહિત લોકરની સુવિધા ન હોવાને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પણ આ ઓક્શન હાઉસ તૈયાર થવાથી આ પ્રશ્નનો ઉકેલ આવી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *