‘હું તને નહિ ભૂલી શકું’ પત્નીના મૃત્યુના થોડા જ દિવસમાં પોલીસ અધિકારીએ મોતને વ્હાલું કર્યું

આ ધટના છત્તીસગઢના બાલોદની છે. જ્યાં લગ્નના બે મહિના પછી એક પોલીસકર્મી તેને પત્નીના મૃત્યુનો આઘાત સહન કરી શક્યો નહીં અને પોતાનો જીવ આપી દીધો. મહત્વની વાત એ છે કે, જ્યાં તેની પત્નીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો, તે જ સ્થળે પોલીસકર્મીએ ફાંસી લગાવી હતી.

હકીકતમાં બાલોદ પોલીસને ટેકાપારમાં રહેતો મનીષ નેતામની ફાંસી પર લાશ લટકતી હોવાની માહિતી મળી હતી. મૃતક કોન્સ્ટેબલ મનીષ નેતામ ધમતરી જિલ્લાના બોરાઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. તેના લગ્ન માત્ર બે મહિના પહેલા થયા હતા. 17 દિવસ પહેલા તેની પત્ની હેમલતા ઘરમાં નાખેલી ટાઇલ્સ પર લપસી પડતા માથા પર ભારે ઈજા થવાથી મૃત્યુ પામી હતી.

2 મહિના પહેલા લગ્નના બંધનમાં બંધાયેલા આ બંને પતિ-પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. પત્નીના મૃત્યુ પછી, કોન્સ્ટેબલ મનીષ અસંગત રહેતો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, પત્નીનના અચાનક મૃત્યુથી દુ:ખી થયેલ પતિ દરરોજ પત્નીના અંતિમ સંસ્કાર સ્થળ પર જતો અને પત્નીને યાદમાં રડ્યા કરતો હતો.

પહેલાની જેમ બુધવારે પણ મનીષ અંતિમ સંસ્કાર સ્થળે જઈને રડવા લાગ્યો હતો. ત્યારબાદ થોડા જ સમયમાં તેણે સ્મશાનગૃહમાં બાવળના ઝાડ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. આત્મહત્યા કરતા પહેલા તેણે તેના ભાઈને વોટ્સએપ પર સુસાઈડ નોટ પણ મોકલી હતી. આત્મહત્યાના સમાચાર મળતા જ આસપાસના વિસ્તારમાં ભાગદોળ મચી ગઈ હતી.

કોન્સ્ટેબલ મનીષ નેતામે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘અમારા લગ્નને માત્ર બે મહિના જ થયા હતા, હું લતાને ભૂલી શકતો નથી. કેટલી મહેનતથી ઘરના તમામ લોકોએ સાથે મળીને નવું ઘર બનાવ્યું હતું અને ઝડપથી લગ્ન પણ કરી લીધા, લગભગ બધું બરાબર ચાલી રહ્યું હતું, પછી ખબર નહિ ભગવાને શું મંજૂર હતું, જેથી હવે મને આ ઘરમાં રહેવાનું જરીક પણ મન નથી થાતુ’.

મનીષે આગળ લખ્યું કે, ‘છોટુ, પાપા અને દીદીને કહેજો મને માફ કરે, જેમણે મને તેમની પ્રિય લતાની જવાબદારી આપી, જે હું પૂરી કરી શક્યો નહીં, આ ફોન મને લતાએ ભેટમાં આપ્યો હતો, મારી ઈચ્છા છે કે આ ફોન છોટુ ઉપયોગ કરે, મને ખબર છે તે ના પડશે, પણ તેને કહેજો કે મેં કહ્યું છે તે મારી વાત જરૂર માનશે.’

ત્યારબાદ, મનીષ તેમના અંતિમ સંસ્કારએ જ સ્થળે કરવામાં આવ્યા, જ્યાં 17 દિવસ પહેલા તેમની પત્ની પંચતત્વમાં ભળી ગઈ હતી. આખા પરિવારે મનીષને રડતા-રડતા અંતિમ વિદાય આપી. મનીષ અને હેમલતાનો પ્રેમ લોકો માટે એક પ્રેરણા રૂપ બની ગયો છે. છતાં પણ, પોલીસ સુસાઈડ નોટ મળ્યા પછી પણ ધટના અંગે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *