અમદાવાદ(ગુજરાત): છેલ્લા ઘણા સમયથી કોરોના કાળને લીધે દરેક વ્યક્તિ ચિંતામાં મુકાયા હતા. કોઈને ધંધાનું તો કોઈને સ્વાસ્થ્યની ચિંતાઓ સતાવી રહી હતી. આ દરમિયાન અમદાવાદ શહેરના 12 વર્ષના હેમલ ભાવસારે કોરોના કાળને અવસરમાં બદલી દીધો છે. બે વર્ષનો કોરોનાનો સમય હેમલ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. હેમલમાં અદભુત કલા રહેલી છે. 2019માં હેમલ હોમવર્ક કરી રહ્યો હતો. તેમાં એક ગ્રાફ એટલો પરફેટ બનાવ્યો કે હેમલના દાદાને વિચાર આવ્યો કે, ગ્રાફ પરફેક્ટ બનાવી શકે તો હેમલ સ્કેચ પણ બનાવી શકશે. ત્યારબાદ હેમલે સ્કેચ બનાવવાનું શરુ કર્યું.
હેમલે સ્કેચ બનાવવાની શરૂઆત કરી તે દરમિયાન જ લોકડાઉન આવ્યું. સ્કૂલો બંધ હતી પરંતુ આ સમયનમાં હેમલે સદઉપયોગ કર્યો અને એક પછી એક સ્કેચ બનાવ્યા. બિઝનેસમેન, સેલિબ્રિટી, રાજનેતા, રમતવીરોના બે વર્ષમાં 100 સ્કેચ તૈયાર કર્યા છે. હેમલના સ્કેચની અત્યારે માંગ પણ વધી ગઈ છે. 12 વર્ષના હેમલ ભાવસારે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીનો સમયનો સદઉપયોગ કર્યો બે વર્ષમાં 100 સ્કેચ બનાવ્યા છે.
હેમલ ભાવસારને કુદરતે આપેલી દેન કહો કે પછી વારસામાં મળેલી વિરાસત કહો. પરંતુ, અદભુત સ્કેચ તૈયાર કરે છે. 4 પેઢીથી સમગ્ર ભાવસાર પરિવાર આર્ટ સાથે જોડાયેલ છે. 1950માં બી.કે.ભાવસાર સીનેમા પર લગાવવામાં આવેલા હોર્ડિંગનું પેઇન્ટ કરતા હતા. હાલ હેમંતભાઈ ભાવસાર અને તેમના દીકરા હિરેનભાઈ ઓઇલ પ્રોટ્રેટ પેઇન્ટિંગ બનાવે છે.
હેમલના પિતા મેહુલભાઈ વાંચી અને લખી શકે છે એટલે સ્કેચ અને ઓઇલ પ્રોટ્રેટ પેઇન્ટિંગને વેબસાઈટ પર મૂકી સેલિંગ કરી રહ્યા છે. પરિવારના આર્ટનું કામ જોઈને હેમલ પણ તે દિશા તરફ આગળ વધી રહ્યો છે. હવે તે પોતાના આર્ટની કલા પર આત્મનિર્ભર બનવા માંગી રહ્યો છે.
ઓઇલ પ્રોટ્રેટ પેઇન્ટિંગ બનાવવા માટે પહેલા સ્કેચ પરફેક્ટ બને ત્યારે જ પ્રોટ્રેટ પેઇન્ટિંગ બનાવી શકાય છે. આ દરમિયાન, ભાવસાર પરિવારની ચોથી પેઢી હેમલ, ખુશાલી આર્ટની કલાને આગળ વધારી રહ્યા છે. તેમણે 21 દેશમાં ઓઇલ પ્રોટ્રેટ પેઇન્ટિંગ મોકલ્યા છે. સેલિબ્રિટી, રાજનેતા, રમતવીરોના ઘરમાં પણ ભાવસાર પરિવારના પ્રોટ્રેટ પેઇન્ટિંગ છે. જાણવા મળ્યું છે કે, સેલિબ્રિટી, રાજનેતાઓ, બિઝનેસમેન પણ પોતાના સ્કેચ હેમલ પાસે તૈયાર કરાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.