મોજા પહેરવાથી તમારા પગમાંથી પણ આવે છે દુર્ગંધ? તો આજે જ અપનાવો આ ઉપાય 

લોકો ઠંડા હવામાનથી બચવા માટે મોજાં પહેરે છે અને તેના કારણે પગમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. ક્યારેક તમારા પગની દુર્ગંધને કારણે મિત્રોની વચ્ચે તમારે શરમ પણ અનુભવવી પડે છે. આજે અમે તમને એક ઉપાય જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે પગની દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો. જણાવી દઈએ કે, આદુ વડે પગની દુર્ગંધથી કેવી રીતે છુટકારો મેળવવો.

એક મોટું આદુ લો અને તેની પેસ્ટ બનાવો. એક કપ ગરમ પાણી લો અને તેમાં આદુની પેસ્ટ ઉમેરો અને 15 મિનિટ માટે રહેવા દો. રાત્રે સૂતા પહેલા દરરોજ આ પાણીથી પગની માલિશ કરો. મસાજ કર્યા બાદ તમે મોજાં પહેરી શકો છો. આ સિવાય પગમાં મોઇશ્ચરાઇઝર પણ લગાવી શકો છો. પગની ત્વચા વધુ સંવેદનશીલ હોય છે. તેથી, નિયમિત ધોરણે તેલથી માલિશ કરવાથી પગ નરમ બને છે અને દુર્ગંધ પણ દૂર થાય છે.

આદુમાં તીક્ષ્ણ ગુણધર્મો અને જે પગને સૂકવવામાં અને દુર્ગંધ દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત, આદુમાં ડીટોક્સ્ફાઈ ગુણધર્મો પણ છે, જે પરસેવો રોકવામાં અને પગને દુર્ગંધથી દૂર રાખવામાં મદદ કરે છે. આદુ ડર્મિસાઈડિનના ઉત્પાદનમાં પણ મદદરૂપ છે જે પ્રોટીન જે ફંગલ અથવા બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. તમને જણાવી દઈએ કે, ફૂગ અને બેક્ટેરિયા પગમાં દુર્ગંધ આવવાનું મુખ્ય કારણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *