શરુ લગને વર-વધુ પર થઇ રહ્યો હતો રૂપિયાનો વરસાદ, અચાનક પાછળથી એક મહિલા આવી અને… -જુઓ વિડીયો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક પણ હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લગ્નએ ખુશીનો પ્રસંગ હોય છે અને આ ખુશીના પ્રસંગમાં દરેક વ્યક્તિ ખુશ હોય છે અને કઈ અવનવું કરવા માંગે છે. તો વર કન્યાના સંબંધીઓ પણ લગ્ન કરી રહેલા દંપત્તિ માટે ખાસ આયોજનો કરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવી ઘણી જ ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Siwach (@amar_siwach_official)

હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને જોનારાઓ હસવું પણ રોકી શકતા નથી. આ વીડિયો એક લગ્ન પ્રસંગનો છે અને ચાલુ લગ્નમાં એવી ઘટના ઘટે છે કે, લોકો પણ જોઈને હસવા લાગે છે સાથે હેરાન પણ રહી જાય છે.                     

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે, લગ્નના જોડણી અંદર એક દંપતી સ્ટેજ ઉપર બેઠું છે અને તેમની પાછળ એક દાદા ઊભા રહી અને 10-10 રૂપિયાની નોટ ઉડાવી રહ્યા છે. આ દરમિયાન, જ એક મહિલા પણ ત્યાં આવે છે અને વર-કન્યા ઉપર 100-100 રૂપિયાની નોટ ઉડાવવા લાગે છે.

આ વીડિયોને જોનારા તો હસી જ રહ્યા છે. પરંતુ, સાથે-સાથે લગ્ન કરી રહેલ દંપતી પણ પોતાનું હસવું રોકી શકતા નથી અને કન્યા પણ સ્ટેજ ઉપર બેઠા બેઠા જ ખડખડાટ હસવા મંડે છે. આ વીડિયોને સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ જોયો છે અને તેના પર મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *