પોલીસ સ્ટેશને આવેલા વ્યક્તિના હાથમાંથી 3 લાખ ઉઠાવી ભાગ્યો વાંદરો- જુઓ પછી કેવા-કેવા ખેલ થયા

હરદોઈ: હાલમાં ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પોલીસ સ્ટેશન તૈનાત હોમગાર્ડની ભારે પ્રશંસા થઈ રહી છે. જાણવા મળ્યું છે કે, શનિવારે પોલીસ સ્ટેશને આવેલા એક વ્યક્તિની બાઈક ઉપર પડેલો થેલો એક વાંદરું ઉઠાવીને લઈ ગયું હતું. આ થેલામાં ત્રણ લાખ રૂપિયા રોકડા પડ્યા હતા. પોલીસ સ્ટેશનમાં હાજર બે હોમગાર્ડે જ્યારે વાંદરાની આ કરતૂત જોઈ તો બંને વાંદરાનો પીછો કરવા લાગ્યા હતા અને વાંદરાના હાથમાંથી થેલો છીનવી લીધો હતો.

ત્યારબાદ હોમગાર્ડે થેલામાં જોયું તો થેલામાં રૂપિયાના બંડલો હતો. એક બે નહીં પુરા ત્રણ લાખ રૂપિયા હતા. ત્યારબાદ હોમગાર્ડે બાઈક માલિકને તેના બધા પૈસા પરત કર્યા હતા. હોમગાર્ડની પોતાના કામ પ્રત્યેના કર્તવ્ય પરાયણતા અને ઇમાનદારીની દરેક લોકો વખાણ કરવા લાગ્યા હતા.

જાણવા મળ્યું છે કે, આ ઘટના હરદોઈના સાંડી પોલીસ સ્ટેશનનો છે. અહીં શનિવારના દિવસે પોલીસ સ્ટેશન દિવસ ચાલી રહ્યો હતો. પોલીસ સ્ટેશન વિસ્તારના અનેક લોકો થાના દિવસમાં આવ્યા હતા. આ દરમિયાન, બમટાપુર ગામના રહેવાશી આશિષ કુમાર સિંહ ઉર્ફે ડબ્લી કોઈ કામથી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન બહાર બાઈક ઉભી કરીને તે અંદર જતા રહ્યા હતા.

આ દરમિયાન, બાઈક ઉપર રહેલ થેલો વાંદરાએ જોયો અને તેને કાઢીને ભાગી ગયો હતો. વાંદરાની આ કરતૂતને પોલીસ સ્ટેશન ઉપર તૈનાત હોમગાર્ડ વિકાસ અગ્નિહોત્રી અને અખિલેન્દ્ર અગ્નિહોત્રીએ જોઈ હતી અને બંને તરત વાંદરાનો પીછો કરવા લાગ્યા હતા. ઘણા સમય સુધી વાંદરો બંને હોમગાર્ડને દોડાવતો રહ્યો હતો.

અંતે બંને હોમગાર્ડ જેમ-તેમ કરીને વાંદરાના હાથમાંથી થેલો છીનવી લેવામાં સફળ રહ્યા હતા. હોમગાર્ડે વાંદરા પાસેથી છીનવેલો થેલો જોયો તો તેમાં ત્રણ લાખ રૂપિયાના નોટોના બંડલો હતો. ત્યારબાદ હોમગાર્ડે રૂપિયા ભરેલો થેલો મૂળ માલિકને પરત આપી દીધો હતો. હોમગાર્ડ્સના પોતાના કામ પ્રત્યે ઇમાનદારીને લઈને દરેક તેમના વખાણ કરી રહ્યા છે.

સામાન્ય રીતે લોકો પોલીસ કર્મચારીને ભ્રષ્ટ માને છે. પરંતુ, બધા પોલીસ કર્મચારીઓ ભ્રષ્ટ નથી હોતા અને અહીં વાત પોલીસ કર્મચારીની નહીં પરંતુ નાના ગજાના સામાન્ય કર્મચારીની હતી. જેણે પોતાના કર્તવ્યને પહેલા પ્રાથમિક્તા આપીને પોતાના પ્રામાણિક હોવાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *