વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 75 માં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશવાસીઓને ભેટ આપી છે. પીએમ મોદીએ ‘પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય યોજના’ની જાહેરાત કરી છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં આ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 100 લાખ કરોડનો ખર્ચ કરશે. આ યોજના અંતર્ગત યુવાનોને રોજગારીની સાથે સાથે દેશના માળખાકીય સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે.
લાલા કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આધુનિકીકરણ સાથે ભારતે તેના માળખાગત વિકાસ માટે સર્વાંગી વિકાસ કરવો પડશે. વડાપ્રધાને કહ્યું કે, ગતીશક્તિ-રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે, 100 લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરતી આ ગાતીશક્તિ યોજના દેશના યુવાનોને રોજગારી પૂરી પાડશે એટલું જ નહીં, પરંતુ માળખાકીય સુવિધાના સર્વાંગી વિકાસ તરફ પણ દોરી જશે. પીએમ મોદીએ કહ્યું કે, આવી ગતીશક્તિ પહેલથી સ્થાનિક ઉત્પાદકો પણ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકશે. આ સાથે ભવિષ્યમાં નવા આર્થિક ઝોન વિકસાવવાની શક્યતાઓ પણ હશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, 7 વર્ષ પહેલા ભારતમાં 8 અબજ ડોલરનાં મોબાઇલ ફોન આયાત કરવામાં આવ્યા હતા. પરંતુ હવે ભારત દર વર્ષે 3 અબજ ડોલરના મોબાઇલ ફોનની નિકાસ કરે છે. પીએમે એમ પણ કહ્યું કે, આપણે વિશ્વસ્તરીય ઉત્પાદન કરનારા દેશ તરીકે પોતાની ઓળખ બનાવવી પડશે. ભારત એક એવા દેશ તરીકે ઉભરી આવશે જે શ્રેષ્ઠ નવીનતા અને નવા યુગની ટેકનોલોજીનો વિકાસ કરશે.
પીએમ મોદીએ કહ્યું કે, સરકારનું ધ્યાન નાના ખેડૂતો પર છે. જેઓ 2 હેક્ટરથી ઓછી જમીન ધરાવે છે અને દેશના તમામ ખેડૂતોમાં 80 ટકા છે. ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે હવે ડિજિટલ સાહસિકો ગામડાઓમાંથી પણ બહાર આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.