ભાવનગર(ગુજરાત): શેત્રુંજયની જેમ જ દિગંબર જૈનો માટે સોનગઢ એ તીર્થોત્તમ માનવામાં આવે છે. આ સ્થળે હાલ પૂ.કાનજી સ્વામી અને બહેન શ્રી ચંપાબહેનની સાધનાભૂમિના ભારત દેશના બીજા નંબરની વિશાળ બાહુબલીની મૂર્તિ અને જંબુદ્વીપના નિર્માણનું કાર્ય પુરજોશમાં શરૂ છે.
આ તીર્થ માટે બેંગલુરુના દેવાના હુડલી પાસેના કોઇરામાંથી શ્રી કુન્દ કુન્દ કહાન દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલા બાહુબલીની પ્રતિમા માટેનો પથ્થર લાવવામાં આવ્યા છે. હાઇ બેંગલુરુના હાસન જિલ્લાના શ્રવણ બેલા ગોલામાં બાહુબલીની સૌથી વિશાળ પ્રતિમા છે.
દિગંબર જૈનો માટે શ્રેષ્ઠ તિર્થધામ એવુ ભાવનગર જિલ્લામાં સોનગઢ છે. જ્યા આગામી દિવસોમાં માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના ટોચની ગણાય તેવી બાહુબલીની મૂર્તિના સ્થાપત્યનું કામકાજ ઝડપી ચાલી રહ્યું છે. વિશાળતા અને ભવ્યતા સાથે કલાત્મકતાનો ત્રિવેણીસંગમ સમાન આ મૂર્તિ બની રહેશે. આ બાહુબલીની મૂર્તિ દેશ વિદેશના દિગંબર જૈન શ્રદ્ધાળુઓ ઉપરાંત અન્ય શ્રદ્ધાળુઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ વિશાળકાય બાહુબલીની પ્રતિમા 41 ફૂટ ઉચી અને તેની પહોળાઈ 14 ફૂટની રહેશે. આ મૂર્તિનું કાર્ય દિગંબર જૈનોના તિર્થ સમાન સોનગઢમાં દેશના બીજા નંબરની વિશાળ થઈ રહ્યું છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંડી અને તેના સ્થાપત્યમાં કુલ 400 ટન ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવશે. આખો ડુંગર 41 ફૂટનો રહેશે. અને તેમાં કુલ મળીને 76 જિન પ્રતિમાના દર્શન દર્શનાથીઓ કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.