એક ગુજરાતી મહિલા પ્રીતિ પટેલને બ્રિટનના ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. હાલના વડા પ્રધાન બોરિસ જ્હૉન્સને આ નિમણૂક કરી હતી.
યુકે ની નવી સરકારમાં ગૃહ પ્રધાન તરીકે પ્રીતિ પટેલ ની નિમણૂક થઈ છે. પ્રધાન બનનારા યુકેમાં પ્રીતિ પ્રથમ ભારતીય મૂળના મહિલા છે. યુકે ની પાર્ટી માં પ્રીતિ ‘બેક બોરીસ’ અભિયાનના પ્રમુખ હતા. પ્રીતિને અગાઉથી જ એવી અટકળો સેવાઈ રહી હતી કે બોરિસ સરકારમાં મહત્વની જવાબદારી મળશે. ગુજરાતી મૂળના ભારતીય પ્રીતિ છે અને બ્રિટીશ માં યોજાતા ભારતીયોના કાર્યક્રમમાં અતિથિ તરીકે અનેક વાર જોવા મળે છે. તેઓને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક તરીકે પણ ગણવામાં આવે છે. દેશના ગૃહ પ્રધાન તરીકેની જવાબદારી સ્વીકારતા પ્રીતિએ કહ્યું કે “અમારા દેશના લોકોને સુરક્ષા આપવા માટે સક્ષમ છું.”
પ્રીતિ પટેલ અગાઉ પણ કેબિનેટમાં હતાં. ઇઝરાયેલા વડા પ્રધાન બેંજામીન નેતન્યાહુ સાથે ખાનગીમાં મુલાકાત કરી હોવાના આક્ષેપ બદલ તેમણે ત્યારના વડા પ્રધાન ટેરીઝાના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. બ્રિટનના કાયદા અનુસાર આ પોલિટિકલ પ્રોટોકોલનેા ભંગ હતો એટલે પ્રીતિબહેને રાજીનામું આપવું પડ્યું હતું.
પ્રીતિ હાલના ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ પ્રશંસક છે અને અગાઉ એક કરતાં વધુ વખત નરેન્દ્ર મોદીની જાહેરમાં પ્રશંસા કરી ચૂક્યાં છે. પ્રીતિનાં માતાપિતા મૂળ ગુજરાતનાં હતાં. વ્યવસાય અર્થે યુગાન્ડામાં સ્થાયી થયાં હતાં. ત્યાંથી બ્રિટનમાં ગયા જ્યાં લંડનમાં પ્રીતિનો જન્મ થયો હતો. બ્રિટિશ સમીક્ષકોની દ્રષ્ટિએ દેશના હોમ મિનિસ્ટર તરીકે પ્રીતિનું પુનરાગમન એમની પોલિટિકલ બઢતી સમાન છે.
પ્રીતિએ પોતાની વરણી બદલ ખુશી વ્યક્ત કરતાં ટ્વીટર પર લખ્યું હતું કે વડા પ્રધાન બોરિસ જ્હૉન્સને મને હોમ મિનિસ્ટર બનાવી એ મારા માટે ગૌરવની વાત છે. હું તેમનો આભાર માનું છું અને ખાતરી આપું છું કે હું મારી ફરજ બજાવવામાં જરાય પાછી પાની નહીં કરું.