ફરી અમિત શાહનું રાજકીય વજન વધ્યું, આઠ કેબીનેટ કમિટીમાં મળ્યું સ્થાન. જાણો વિશેષ

૨૦૧૪માં જ્યારે મોદી સરકાર બની તો રાજનાથ સિંહને ગૃહ ખાતાનો કાર્યભાર સોંપાયો હતો. ઉપરાંત તેમને રાજનૈતિક મામલાની કેબિનેટ કમિટીમાં પણ સ્થાન મળ્યુ હતું. cac5250702ba404ae7241216377c26dd જ્યારે…

૨૦૧૪માં જ્યારે મોદી સરકાર બની તો રાજનાથ સિંહને ગૃહ ખાતાનો કાર્યભાર સોંપાયો હતો. ઉપરાંત તેમને રાજનૈતિક મામલાની કેબિનેટ કમિટીમાં પણ સ્થાન મળ્યુ હતું.

જ્યારે મોદી સરકારની બીજી ઇનિંગ્સમાં રાજનાથ સિંહને રાજનૈતિક અથવા તો સાંસદીય એક પણ કમિટીમાં સ્થાન મળ્યુ નહોતું. તેમને માત્ર બે જ કેબિનેટ કમિટીમાં સ્થાન મળ્યુ હતું પરંતુ બાદમાં રાજનાથ સિંહ નારાજ થયાના અહેવાલથી દિવસના અંતે નાટકીટ રીતે તેમને છ સમિતીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જયારે આ વખતના ગૃહ પ્રધાન અમિત શાહને બધી જ એટલે કે કુલ આઠ કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. જે સરકારમાં અમિત શાહનું મહત્વ દર્શાવે છે. આ વાતનો અર્થ એ પણ છે કે અમિત શાહ માત્ર ગૃહ મંત્રાલય પુરતા મર્યાદિત ન રહેતા બધી જ કમિટીમાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવશે.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર સરકાર દ્વારા ગુરૂવારના રોજ કુલ આઠ કેબિનેટ કમિટીનું ગઠન કરવામાં આવ્યુ હતું. સરકારમાં મહત્વની દ્રષ્ટિેએ અમિત શાહ બાદ નાણા મંત્રી નિર્મલા સીતારામનનો નંબર આવે છે કેમકે તેમને સાત કેબિનેટ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

ત્યારબાદ પિયુષ ગોયલને પાંચ અને નિતિન ગડકરી અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને ચાર ચાર કમિટીમાં સ્થાન મળ્યું છે. સરકાર દ્વારા છ કેબિનેટ કમિટીનું નવેસરથી અને બે નવી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. નવી કમિટી રોકાણ,  વિકાસ, રોજગાર, કૌશલ્ય વર્ધન સહિતના ક્ષેત્રોમાં કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *