અમદાવાદ(ગુજરાત): આજકાલ હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. પશ્ચિમ અને પૂર્વમાં વહેચાયેલા શહેરના પશ્ચિમ છેડાને તો પૂરતું સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન મળી રહ્યું છે. પરંતુ, પૂર્વ અમદાવાદ જાણે કે ગુનેગારોના સકંજામાં આવી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો હજુ પણ યથાયવત છે. શહેરના અમરાવાડી વિસ્તારમાં ગેરકાયદેસાર બાંધકામના વિવાદ ઝગડા મુદ્દે પાડોશી દ્વારા તિક્ષણ હથિયાર વડે મારમારી કરી 65 વર્ષીય આધેડની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં જાણે ગુનેગારો બેફામ બન્યા છે તે પ્રકારનો ઘાટ સર્જાવા પામ્યો છે અને તેમાં પણ પૂર્વ વિસ્તારમાં જાણે ગુનેગાર માટે હોટસ્પોટ બન્યું છે.
બનાવની વિગતો એવી છે કે, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ હાટકેશ્વરમાં વધુ એક હત્યા કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, અહી એક 65 વર્ષીય આધેડની હત્યા થઈ છે. બાંધકામ બાબતે 4 શખ્સો રાજારામ મદ્રાસીને હટકેશ્વરમાં આવેલ તેના ઘર પાસેથી બાઇક પર મોદીનગર લઈ જઈ તિક્ષણ હથિયાર વડે માર મારીને મોદીનગર નજીક હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનામાં પોલીસ દ્વારા 2 આરોપી હરીશ નાયકર અને માધવ નાયકરને CCTV આધારે ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 2 આરોપીને હાલ શોધવા તપાસ ચાલી રહી છે. અમરાઈવાડીમા રહેતા રાજારામ મદ્રાસી હાટકેશ્વરમાં રહે છે અને વર્ષોથી નિવૃત જીવન ગુજારે છે પરંતુ શનિવારની સાંજ તેની આખરી સાંજ બની ગઈ.
ફરિયાદી રાજારામ મદ્રાસી દ્વારા 15 વર્ષ અગાઉ ચીનેયા નાયકર,માધવન નાયકર ,હરીશ નાયકર ,ચંદુ નાયકર વિરુદ્ધ અમરાઈવડીના મોદીનાગરમા આવેલ તેમના 4 મકાનની બાજુ આવેલ જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે જેના મુદ્દે અવર નવાર બોલાચાલી થતી હતી.
આ જ જમીન વિવાદને લઈને શનિવાર સાંજે જ્યારે રાજા મદ્રાસી એક્ટિવા લઈને ગેસનો બાટલો લેવા જતા હતા ત્યારે તેમના એક્ટિવા સાથે બાઇક અથડાવીને આ 4 આરોપીઓ બાઇક પર તેમને લઈ ગયા હતા અને મોદીનાગર નજીક હત્યા કરી મૃતદેહ ત્યાં જ ફેંકી દીધો હોવાનું સામે આવ્યું છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.