અમદાવાદમાં બે ભાઈ વચ્ચે ખેલાયો ખૂની ખેલ: સગા ભાઈને માથામાં ગેસની બોટલ મારીને કરી નિર્મમ હત્યા, જાણો રુંવાડા ઉભા કરી દેતી ઘટના 

અમદાવાદ(ગુજરાત): આજકાલ દિવસેને દિવસે હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના કાગડાપીઠ લૂંટનો ભેદ ઉકેલાયો નથી અને અમરાઈવાડીમાં હત્યા કર્યા બાદ લૂંટ ચલાવનાર આરોપી હજુ પકડાયા પણ નથી ત્યાં શનિવારે વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. ત્યારબાદ રવિવારે મણિનગરમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, 36 વર્ષીય યુવકની તેના ભાઈએ બોલાચાલી થતા ગેસ રિફિલ માથા અને મોઢાના ભાગે મારી દેતા મોત નીપજ્યું હતું. આરોપીએ 108ને જાણ કરી તેનો ભાઈ પડી ગયો હોવાની કહાની બનાવી હતી. પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા જ ગણતરીના સમયમાં હત્યા થઈ હોવાનું બહાર લાવી આરોપીની ધરપકડ કરી છે.

મણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દક્ષિણી સોસાયટી પાસેની સરદારની ચાલી ગણપત ગલીમાં રહેતા 36 વર્ષીય સુભાષ મધુકર ગોગવલે અને તેનો ભાઈ નિલેશ માતા સાથે રહે છે. રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે સુભાષ ઘરે આવીને તેના નાના ભાઈ નિલેશ મધુકર ગોગવલે સાથે કામધંધો ન કરતો હોવાની બાબતને લઈને ઝઘડો અને માથાકૂટ કરવા લાગ્યો હતો.

બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે સુભાષ તેના ભાઈ નિલેશને ગેસનો બાટલો ઉપાડીને મારવા ગયો હતો. આ દરમિયાન, તેના નાનાભાઈ નિલેશ મધુકર ગોગબલે એ તેના મોટાભાઈ સુભાષ મધુકર ગોગવલેના હાથમાંથી ગેસનો બાટલો લઈને તે સુભાષના માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારી દીધો હતો. જેના કારણે સુભાષ મધુકર ગોગવલેના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

ત્યારબાદ આરોપી નિલેશએ જ 108 ફોન કર્યો હતો. 108ની ટીમ પહોંચી તો સુભાષનું મોત નીપજ્યું હતું. નીલેશે તેનો ભાઈ સુભાષ પડી જતા વાગી ગયું હોવાની સ્ટોરી ઉભી કરી રહ્યો હતો. પણ બીજી બાજુ 108એ મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. શરૂઆતથી જ નિલેશ ખોટું બોલી રહ્યો હોવાનું માની પોલીસ દ્વારા ઉલટ પૂછપરછ કરતા નિલેશે તેના ભાઈ સુભાષ સાથે બોલાચાલી થતા તેને મારવા આવતા ગેસ બોટલ મારી દઈ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.

અ અંગે મણિનગર પોલીસસ્ટેશનના પીઆઇ ભરત ગોયલ એ જણાવ્યું કે, આરોપી નિલેશની ધરપકડ કરવામાં અવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક સુભાસ કોઈ કામધંધો કરતો ન હતો. તેના છૂટાછેડા થયા ત્યારથી માતા અને બે ભાઈઓ આ મકાનમાં રહે છે. જાણવા મળ્યું છે કે, 108ને આરોપીએ જાતે જ જાણ કરી હતી અને તેનો ભાઈ પડી ગયો હોવાની કહાની બનાવી હતી. જોકે, તપાસ કરતા હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *