હવે તારક મહેતામાં જોવા મળશે જેઠાલાલના સાસુ? આ અભિનેત્રીએ કહ્યું કે, હું દયાબેનની માતાનું પાત્ર ભજવવા માટે છું તૈયાર

લોકોને ખૂબ મનોરંજન કરાવતી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા ૧૨ વર્ષથી ચાલી રહ્યો છે. તેમજ જેઠાલાલ પોતાની અદાકરી થી દરેક લોકોનું દિલ જીતી લે છે. દયાબેન છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળી રહ્યા નથી. પરંતુ દયાબેન ના ચાહકો તેમને ખૂબ જ યાદ કરી રહ્યા છે. આપણે વાત કરીએ એવા પાત્રની તેનો ચહેરો આજ સુધી ક્યારેય શોમાં જોવા મળ્યો નથી અને ચર્ચા સતત થતી રહે છે. આ પાત્ર દયાબેન ની માતા છે.

દયાબેન તેમની માતા ની વાત ઘણા ખરા એપિસોડમાં કરતા રહે છે. સાથે તેઓ ઘણા સમય સુધી તેમની માં સાથે ફોનમાં વાતો પણ કરે છે. સાથે અમે તમને જણાવી દઈએ કે, એક પ્રખ્યાત અભિનેત્રીએ દયાબેન ની માતાનું પાત્ર ભજવવાની ઇચ્છા જાહેર કરી છે.

જાણીતી અભિનેત્રી કેતકી દવેએ દયાબેન ની માતાનું પાત્ર ભજવવાની ઇચ્છા જાહેર કરી છે. તેમણે પણ દયાબેન ની જેમ અન્ય લોકોને ખૂબ જ મનોરંજન કરાવ્યું છે. “આમદની અઠની ખર્ચા રુપિયા” ફિલ્મો મા તેણે જોની લીવર ની પત્ની તરીકેની ભૂમિકા ભજવી હતી.

અભિનેત્રી કેતકી દવે એ ખૂબ જ યાદગાર ભૂમિકાઓ ભજવી છે. સાથે કેતકી દવે ગુજરાતી હોવાની સાથે ગુજરાતી સિનેમામાં પણ ઘણું કામ કર્યું છે. કેતકી દવે “ક્યો કી સાસ ભી કભી બહુ થી” માં લોકપ્રિય બન્યા હતા. આ શોમાં તેમણે દક્ષા વિરાણીનું પાત્ર ભજવ્યું હતું.

કેતકી દવે ના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલા એવી અફવાઓ ફરી રહી હતી કે તેઓ દયાબેન ની માતાનું પાત્ર ભજવશે. પરંતુ કેતકીને પણ દયાબેન ની માતાનું પાત્ર ભજવવાની ખૂબ જ ઇચ્છા છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તરફથી આવી કોઇપણ પ્રકારની વાત કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *