લગ્ન કરવાના ખોટા સપના બતાવીને વિધવા મહિલા સાથે આચર્યું દુષ્કર્મ અને.. જાણો ગુજરાતની આ ચકચારી ઘટના

અમદાવાદ(ગુજરાત): આજકાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ ખુબ જ વધી ગયો છે. એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં મિત્રતા કરીને છેલ્લે પસ્તાવા સિવાય બીજું કઈ રહેતું નતી. હાલમાં ફેસબુક મેસેન્જરથી શરૂ થયેલા પ્રણયનો અંત જેલના સળીએ આવ્યો છે. અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાએ કથિત પત્રકાર અને નકલી પોલીસ અધિકારી એવા રજનીશ પરમાર પર બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય સહિતની ફરિયાદ નોંધાવતા ખાડિયા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફની ગિરફતમાં આવેલા કાળા કપડામાં આ શખ્સના કામ પણ કાળા જ છે. જેનું નામ એક છે પણ ઓળખાણ અનેક છે. પરંતુ, આ બધી જ ઓળખાણ નકલી છે. જે નકલી ઓળખાણ અને પોતાની કાળી કરતૂતના કારણે આજે જેલના સળિયા પાછળ આ શખ્સ આવી ગયો છે. આ વ્યક્તિનું નામ રજનીશ પરમાર છે.

જે અમદાવાદ ના ICB ફ્લોરા ફલેટ ગોતામાં પોતાની પત્ની અને પરિવાર સાથે રહેતો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની ખાડિયા વિસ્તારની એક વિધવા મહિલા દ્વારા ખાડિયા પોલીસ સ્ટેશનમાં આરોપી રજનીશ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, બે વર્ષ પહેલા રજનીશ પરમારે ફરિયાદી મહિલાને ફેસબુક એકાઉન્ટથી મેસેન્જરથી મેસેજ કરીને પોતાની ઓળખાણ આપી હતી.

મળતી માહિતી મુજબ, રજનીશ પરમાર અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો ઓફિસર છે. સાથે જ પોલીસ સમન્વય સંસ્થાનો ડાયરેકટર હોવાનું પણ જણાવતો હતો. આ સહિત અમદાવાદમાં અલગ અલગ સ્થળે બંગલા અને શો રૂમ બની રહ્યા છે, આવી મોટી મોટી વાતો કરીને મહિલાને પોતાના પ્રેમમાં ફસાવી મહિલાને પણ શોરૂમના માલિક અને પોલીસ સમન્વય સંસ્થાના ભાગીદાર બનાવી દેવાની અને પોતાની પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ પણ આપી હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ આટલેથી ન અટક્યો ત્યારે ફરિયાદી મહિલાની રોકડ રકમ સહિત સોનાના દાગીનાની સહિત અંદાજે 20 લાખની છેતરપિંડી કરી હોવાનું ઇ-ડિવિઝનના એસીપી સાગર સાબડાએ જણાવ્યું છે.

ફરિયાદી મહિલાનો આરોપ છે કે, આરોપી રજનીશ પરમાર દ્વારા અવારનવાર મહિલા સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ઓરલ સેક્સ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કર્યું હતું. જેમાં ફરિયાદી મહિલાની મંજૂરી પણ ન હતી. ત્યારે મહિલાએ આપેલા પૈસા અને લગ્ન કરવાની વાત મૂકતા આરોપીએ કહ્યું હતું કે, હજુ તેની પત્નીએ છૂટાછેડા નથી આપ્યા એટલે હાલ કંઈ નહીં થઈ શકે. જાણવા મળ્યું છે કે, ફરિયાદી મહિલાને એક 30 વર્ષ અને એક 28 વર્ષના એમ બે પુત્રો પણ છે.

પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયાની સાથે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી રજનીશના રચેલા ષડયંત્રમાં વિધવા મહિલા બરાબર ફસાઈ ગઈ હતી. પરંતુ, બે મહિના પહેલા ફરિયાદી મહિલા અને રજનીશ પરમાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપી દ્વારા મહિલાને ક્રોધમાં આવીને માર મારવામાં આવ્યો હતો તેમજ લગ્ન કરવાની પણ ના પાડી દીધી હતી. આરોપી અને ભોગ બનનાર મહિલા વચ્ચે થયેલી આ તકરાર ઘટનાનો ટર્નિંગ પોઇન્ટ બની હતી.

હાલ પોતાના પર થયેલા અત્યાચાર અને ઠગાઇની ફરિયાદ મહિલાએ ખાડીયા પોલીસ સ્ટેશનમાં લખાવી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા આરોપી રજનીશ પરમારની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પણ બળાત્કાર સહિતના ગુનાઓ રાજકોટમાં નોંધાયેલા હોવાની હકીકત બહાર આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

એક વાત તો સત્ય છે કે, આડા સંબંધનું પરિણામ હંમેશાં ખરાબ જ આવે છે. ખાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પરથી સમાજની અન્ય મહિલાઓએ શીખી લેવાની જરૂર છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલી મિત્રતા અને મોટી મોટી વાતો કરીને પ્રભાવિત કરતા લોકોથી હંમેશા ચેતીને રહેવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *