સિંગરૌલીમાં જયંત પોલીસ ચોકી અંતર્ગત આવેલ રેલવે ક્રોસિંગ પર 14 અને 15 ઓગસ્ટની અડધી રાતે 5 પુરુષો દ્વારા એક 65 વર્ષની મહિલા પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. 5 પુરુષો પૈકી 4 સગીર હતા.
પોલીસના કહેવા અનુસાર, પીડિતા બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની સાથે થયેલી ઘટના સંભળાવી હતી અને 5 અજાણ્યા લોકો સામે સામુહિક બળાત્કારના કેસ નોંધાવ્યો. પીડિતાએ આપેલી માહિતીના આધારે આરોપીને પકડવા માટે શોધ-ખોળ શરૂ કરવામાં આવી હતી.
જયંત પોલીસ ચોકીના પોલીશકર્મી અભિમન્યુ દિવેદીએ કહ્યું હતું કે, સોમવારે રેલવે ક્રોસિંગ પાસે ગુનાના સ્થળની તપાસ કરવામાં આવી હતી, ઘટના સ્થળ નજીક કામ કરતા લોકોએ કેટલાક યુવાનોને જોયા હતા, આ પછી બે સગીરની ધડપકડ કરવામાં આવી હતી. તે મહિલા સગીરોની ઓળખ કરી ત્યારબાદ બંને આરોપીએ બાકીના ત્રણેય આરોપીઓની જાણકારી આપી હતી.
શરૂઆતમાં પોલીસે દાવો કર્યો હતો કે, પાંચ આરોપી માંથી બે આરોપી સગીર છે. ત્યારબાદ શોધ-ખોળ કરતા જાણ થઇ કે ચાર સગીર હતા. જ્યારે પાંચમો આરોપી 24 વર્ષનો હતો. પોલીસે કહ્યું હતું કે પાંચેય આરોપીઓ રેલવે ક્રોસિંગ પાસે જ રહે છે અને તેઓ ઘણી વખત રેલવે ક્રોસિંગ પાસે ફરતા જોવા મળે છે.
પોલીસે દાવો કર્યો કે, જ્યારે ગુનો કરવામાં આવ્યો ત્યારે તમામ આરોપીઓ નશામાં હતા. પીડિતા ‘ટુથ પેસ્ટ’ વેચે છે, તે દિવસે તેની બહેનોના ઘરે ગઈ હતી અને પરત ફરતી વખતે પાંચ આરોપીઓએ તેની સાથે હેવાનિયતની તમામ હદ વટાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.