મોતનો live વિડીયો કેમેરામાં કેદ: ખમણ ખાતા-ખાતા વૃદ્ધ અચાનક ઢળી પડ્યા- હિંમતવાળા જ જોવે આ વિડીયો

આણંદ(ગુજરાત): આજકાલ અચાનક આવી જતા મોતનાં અનેક વીડિયો પણ વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. જોકે, આવો જ એક ચોંકાવનારો વિડીયો આણંદમાંથી વાયરલ થઇ…

આણંદ(ગુજરાત): આજકાલ અચાનક આવી જતા મોતનાં અનેક વીડિયો પણ વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. જોકે, આવો જ એક ચોંકાવનારો વિડીયો આણંદમાંથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, એક દુકાનમાં વૃદ્ધ ખમણનો નાસ્તો કરી રહ્યા છે. ત્યારે અચાનક તેમને કંઇ થઇ જાય છે અને તેઓ નીચે ઢળી પડે છે.

તેમના ઢળી પડ્યા બાદ આસપાસના લોકો ત્યાં એકત્ર થઇ જાય છે અને વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા સારવારનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં તેમને વાય આવી ગઇ હોય તેવું માનીને લોકો ડુંગળી અને ખાસડુ સુંઘાડે છે.

પરંતુ, વૃદ્ધ હોશમાં નહી આવતા આખરે 108ની મદદથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરનાં ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, આવું થવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, આ વૃદ્ધની પ્રાથમિક તબક્કે તો ઓળખ થઇ શકી નથી.

પરંતુ, તેમના ખીચ્ચામાંથી મળી આવેલા પુરાવાઓના આધારે તેઓ દેદરડા ગામના હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો સમગ્ર મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુ અંગેનું સાચુ કારણ જાણી શકાશે. હાલ તો હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *