ભાભી-દેવરના સબંધ પર કલંક લાગતો સુરતનો કિસ્સો- એવું તો શું થયું કે, માતા સમાન ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર મૂળ રાજસ્થાનના ઝાલોરના પીપરલાકી ગામનો વતની 47 વર્ષ જેઠારામ જીવારામ પટેલ હાલ ગોડાદરાની ચામુંડા રેસિડેન્સીમાં રહે છે. પરિવારમાં 46 વર્ષીય પત્ની અગ્રાબેન ઉપરાંત ત્રણ દીકરીઓ અને એક દીકરો ઉપરાંત 38 વર્ષીય નાનો ભાઈ હરિરામ રહે છે. જેઠારામ ભાભી સાથે લિંબાયતના કુબેરનગરમાં કરિયાણાની દુકાન ચલાવે છે.

મળતી માહિતી મુજબ, હરિરામનો પરિવાર વતન રહે છે. છેલ્લા અઠવાડિયાથી હરિરામ અલગ ધંધો કરવાનું કહેતો હતો. સાથે ભાઈ જે મકાનમાં રહે છે તે મકાનમાં ઉપર અલગથી રહેવા માંગતો હતો. પરંતુ, જેઠારામ અને તેના પત્ની હરિરામને સાથે રહેવા કહેતા હતા. જેને લઈને તેમની વચ્ચે અવારનવાર ઝગડાઓ થતા હતા.

હરિરામને એમ હતું કે, ભાભી અને ભાઈ તેની વાત માનતા નથી. મંગળવારે સવારે અગ્રાબેન ઘરેથી દુધ લેવા ગયા હતા. જેઠારામ નાહવા ગયો હતો અને હરિરામ ઘરમાં સોફા પર બેઠો હતો. અગ્રાબેન દુધ લઈને રસોડામાં ગઇ ત્યારે હરિરામે ભત્રીજી ભાવનાની સામે જ ભાભીના પેટમાં તેમજ શરીરના અલગ-અલગ ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ આ અંગે ભાવનાએ તેના પિતાને જાણ કરી હતી.

અગ્રાબેનને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરે ત્યાં તેમને મૃત જાહેર કરી હતી. બીજી તરફ હરિરામે ગોડાદરા પોલીસ સ્ટેશને પહોંચી જઇને પોલીસને કહ્યું કે, તેણે પોતાની ભાભીની હત્યા કરી છે. ત્યારબાદ જેઠારામ દ્વારા આરોપી હરિરામ વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *