સાળંગપુર જવાનું કહીને ઘરેથી નીકળેલ અંજારના ધારાશાસ્ત્રી પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા

હાલમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અંજાર બસ સ્ટેશન…

હાલમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થવા જઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના અંજાર બસ સ્ટેશન પાસેના નગરપાલિકા કોમ્પ્લેક્ષ 2માં ઓફીસ ધરાવતા તેમજ આશાસ્પદ ધારાશસ્ત્રીએ પોતાની ઓફિસમાં જ ગળે ફાસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી.

મળી રહેલ જાણકારી પ્રમાણે મૂળ ખેડોઈના તેમજ હાલમાં અંજારની ખેતરપાળ સોસાયટી-3માં રહેતા તેમજ બસ સ્ટેશન પાસે નગરપાલિકા કોમ્પ્લેક્ષમાં ઓફીસ ધરાવતા 42 વર્ષનાં વકીલ નરેન્દ્રસિંહ રઘુવીરસિંહ જાડેજા ગત રવિવારે સાળંગપુર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.

ત્યારપછી પોતાની ઓફિસે આવીને રવિવારની સાંજે કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈને આપઘાત કર્યો હતો. નરેન્દ્રસિંહ ઘણીવાર સાળંગપુર જતા હોવાને લીધે ઘરના લોકોએ પણ સતત 2 દિવસ સુધી કોઈ તપાસ ન કરતા મંગળવારની સવારે તેમની ઓફીસ માંથી તીવ્ર દુર્ગંધ આવતી આજુબાજુના ઓફીસ ધારકો દ્વારા પોલીસને બોલાવી તપાસ કરવામાં આવી હતી.

ત્યારપછી ધારાશાસ્ત્રીએ પોતાની ઓફિસમાં જ ગળે ફાસો ખાઈ લેતા હોવાનું સામે આવ્યું હતું. મૃતક ધારાશાસ્ત્રીની એક દીકરી હાલમાં 11માં ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે એક દીકરો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યો છે. ઘટનાની જાણ થતાંની સાથે જ મૃતકના પરિવાર પર આભ ફાટ્યું હતું.

માર્ચ મહિનામાં પણ જાણીતા વકીલે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો:
આની સાથે જ મોડી રાત્રે સાપેડા રોડ પર અંજારનાં પ્રખ્યાત વકીલ નવીનભાઈ મગનલાલ માથકીયાએ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી ને આપઘાત કરી લેતા આ બનાવ સંદર્ભે પણ અંજારમાં ખૂબ ચર્ચાઓ ઉઠી હતી ત્યારે ફરી 5 મહિનાના સમયમાં અન્ય વકીલ દ્વારા પણ આપઘાત કરવાનું પગલું ભરતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *