બે છોકરીઓએ એકબીજી સાથે કરી લીધા લગ્ન- કોર્ટમાં માતાપિતાએ ફરિયાદ કરી તો મળ્યો આવો જવાબ

રામપુરમાં બે યુવતીએ એક-બીજા લગ્ન કાર્ય જે ચર્ચાનો વિષય બન્યો છે. છોકરીઓએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે. બંને યુવતીએ પુખ્ત વયના હોવાનું કહીને સાથે રહેવાની કોર્ટમાંથી પરવાનગી પણ લીધી છે. લાંબા સમયથી બંને લિવ-ઈનમાં રહેતી હતી.

યુવતીઓના પરિવારજનો આ લગ્નથી અજાણ હતા. તેણે ગુમ થયાનો કેસ કર્યો હતો. તેમને ત્યારે ખબર પડી જ્યારે છોકરીઓ સામે આવી અને કહ્યું કે, અમારા લગ્ન થઈ ગયા છે. અમે સાથે રહીશું અને સાથે જ મરીશું. ત્યારબાદ, છોકરીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવી હતી. જ્યાં બંનેને સાથે રહેવાની મંજૂરી મળી હતી.

આશરે દસ દિવસ પહેલા મસાવાસીમાં રહેતી એક છોકરી શાહબાદ આવી હતી. મસવાસીથી આવેલી યુવતીના પરિવારના સભ્યોએ તેમની પુત્રી ગુમ થયાની ફરિયાદ કોતવાલી સ્વાર સ્ટેસનમાં નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તપાસ શરૂ કરી, એ પછી ખબર પડી કે યુવતી શાહબાદમાં છે. પોલીસ તરત જ શાહાબાદ પહોંચી. અને પોલીસ બંને યુવતીઓને પોતાની સાથે કોતવાલી લાવ્યા હતા.

પુખ્ત વયના હોવાથી, મેજિસ્ટ્રેટે પરવાનગી આપી
બંને છોકરીઓ 18 વર્ષથી ઉપરની છે અને તેમાંથી એક છોકરીએ સ્વેચ્છાએ પોતાનું ઘર છોડી દીધું છે. બંને છોકરીઓ એકબીજાને પસંદ કરે છે, તેથી બંનેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટે બંનેને સાથે રહેવાની પરવાનગી આપી દીધી.

છોકરીઓએ આપ્યું નિવેદન 
સ્વારના સીઓ ધરમ સિંહ માર્શલે કહ્યું કે, પોલીસ ટીમે બાળકીને બચાવી લીધી. તેણીએ ખુલાસો કર્યો કે તેણીએ પોતાની મરજીથી ઘર છોડ્યું છે. કારણ કે, તે પરિવાર સાથે નહીં પણ તેના મિત્ર સાથે રહેવા માંગતી હતી. બાળકીના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે, બાળકી સગીર છે. જયારે પુરાવા આધારે જાણવા મળ્યું છે કે યુવતી 20 વર્ષની છે. છોકરીઓએ તેમનું શાળાનું પ્રમાણપત્ર બતાવ્યું. જયારે બીજો યુવતી સ્નાતક(ગ્રેજ્યુંએટ) છે.

કાઉન્સેલ કર્યું, છતાં છોકરીઓ રાજી ન થઈ
પોલીસે જણાવ્યું કે, બાળકી ધડપકડ કર્યા પછી તરત જ બંનેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા હતા. પરિવાર અને છોકરીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ છોકરીઓએ કહ્યું કે, તેઓ કોઈ પણ સંજોગોમાં એકબીજાથી અલગ થવા માંગતા નથી. જ્યારે છોકરીઓના પરિવારો બંનેને અલગ કરવા માટે મક્કમ હતા, જયારે છોકરીઓ સાથે રહેવા માટે મક્કમ હતી. ત્યારબાદ, છોકરીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવામાં આવી જ્યાં બંનેને સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી.

બંનેના પરિવારજનો આ લગ્નથી દુઃખી છે
જ્યારે પોલીસે બંને યુવતીઓની પૂછપરછ કરી ત્યારે તેઓએ પોતાને પુખ્ત હોવાનું જણાવતા કહ્યું કે, તેઓ સમલૈંગિક લગ્ન કર્યા પછી સાથે રહે છે. પુખ્ત વયના હોવાથી, પોલીસ પાછળ ખસી ગઈ અને તમે સ્વતંત્ર છો એમ કહીને છોડી દીધી. એવું માનવામાં આવી રહ્યું છે કે, બંને છોકરીઓ હવે સાથે જ રહે છે. જોકે બંનેના પરિવારજનો આ લગ્નથી નાખુસ છે. તેમજ બંને યુવતીઓના સમલૈંગિક લગ્ન ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *