સોમનાથનાં પાર્વતી મંદિર માટે ‘કર્ણભૂમિ’ સુરતના હીરા ઉદ્યોગકારે 30 કરોડની રકમ કરી ન્યોછાવર- CMથી લઈને PM કરી રહ્યા છે પ્રશંસા

સમગ્ર દેશમાં ગુજરાતનું સુરત શહેર ‘કર્ણભૂમિ’ તરીકે જાણીતું બન્યું છે ત્યારે આ વાતને સાર્થક કરતી જાણકારી હાલમાં સામે આવી છે. બાર જ્યોતિર્લિંગમાંનાં સૌપ્રથમ સોમનાથ મહાદેવના મંદિરમાં આજે પાર્વતી માતાના મંદિરનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે.

PM મોદીની વીડિયો કોન્ફરન્સમાં તથા CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં સફેદ આરસના પથ્થરમાંથી તૈયાર થનાર મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં PM થી લઈને અમિત શાહ તેમજ વિજયભાઈ રૂપાણીએ પણ ભીખાભાઈની ઉદ્દાર ભાવનાની વાત જણાવી હતી.

સમગ્ર પાર્વતી મંદિરના નિર્માણ માટે લગભગ 30 કરોડથી વધુનો ખર્ચ થનાર છે ત્યારે આ ખર્ચ સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયા દ્વારા આપવામાં આવનાર છે. ભીખાભાઈ સુરતમાં હીરાની 3 ફેક્ટરીઓ ધરાવે છે. જેમાં લગભગ 5,000 કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે.

મહાદેવમાં ભીખાભાઈને અસિમ શ્રદ્ધા:
મૂળ અમરેલી જિલ્લામાં આવેલ સીમરણ ભીખાભાઈ ધામેલિયાને ભગવાન શિવશંકરમાં અનેરી શ્રદ્ધા રહેલી છે. તેઓ સુરતમાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી છે. ભીખાભાઈ પહેલા દિલીપભાઈ લાખી સાથે મળીને સોમનાથ મહાદેવ માટે 108 કિલોથી વધુનું સોનાનું થાળું પણ અર્પણ કરવામાં આવ્યું હતું.

સોમનાથ મહાદેવમાં તેમને અસિમ શ્રદ્ધા હોવાને લીધે ઘણીવાર તેઓ સોમનાથ દાદાના દર્શન કરવા માટે પણ જતા હોય છે ત્યારે આજના વિશેષ કાર્યક્રમ માટે તેઓ બસમાં તેમના સગા સંબંધીઓની સાથે સોમનાથ આવી પહોંચ્યાં હતાં. જ્યાં એમણે દાન આપવાની જાહેરાત કરી હતી.

સુરતમાં 3 હીરાના કારખાના ધરાવે છે:
જેનીશ તથા જેમીનીના પિતા ભીખાભાઈ ધામેલિયા પત્ની રેખાબેનની સાથે સુરતમાં રહે છે. હીરા ઉદ્યોગમાં કેટલાય વર્ષોથી કાર્યરત ભીખાભાઈ તથા તેમના ભાઈ શરદભાઈ સહિતના પરિવાર દ્વારા સુરતમાં 3 હીરાની ફેક્ટરીઓ છે કે, જેમાં 5,000 જેટલા રત્નકલાકારો રોજગારી મેળવે છે. યોગીચોક સહિત કાપોદ્રા તથા હીરાબાગમાં તેમના હીરાના કારખાના આવેલા છે કે, જેમાં હીરાનું કટીંગ તથા પોલિશિંગનું કામ થાય છે.

પ્રદક્ષિણા કરતાં મંદિરનો સંકલ્પ કર્યો:
ભીખાભાઈના નજીકના સંબંધી જણાવે છે કે, વર્ષ 2012 પછી તેઓ સોમનાથ દાદાના મંદિરે ઘણીવાર દર્શને જતાં રહેતા હતાં. આ દરમિયાન તેમને સોમદાદાની પ્રદક્ષિણા કરતી વખતે ધ્યાનમાં આવ્યું કે, બાજુમાં એક ખંડિત ઓટલાને જોઈને ત્યાં મંદિર કરવાનો સંકલ્પ થયો હતો. પાર્વતિ માતાનું મંદિર બનાવવા માટે તેમણે સૌ પ્રથમ ટ્રસ્ટી મંડળમાં વાત જણાવી હતી. ફક્ત વાત જ નહીં પણ મંદિર નિર્માણ કરવા તથા તેમાં સહયોગી થવાની પણ ખાતરી દર્શાવી હતી.

ફક્ત સાડા ત્રણ વર્ષમાં ભવ્ય મંદિર બની જશે:
ભીખાભાઈની ભાવના ટ્રસ્ટીઓએ પણ સમજી હતી. ટ્રસ્ટીઓની મિટીંગમાં PM મોદીથી લઈને બધા ટ્રસ્ટીઓએ ભીખાભાઈના મંદિર બનાવવાની વાતમાં સહમતી દર્શાવી હતી. જેને લીધે અહિં મંદિર પાસે મોટી જગ્યામાં પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ મંદિરમાં અંબાજીનો સફેદ મારબલ વાપરવામાં આવશે. લગભગ સાડા ત્રણ વર્ષમાં મંદિર પૂર્ણ કરવામાં આવશે.

મંદિરનું શિખર 71 ફૂટનું હશે:
સોમનાથ મંદિર પરિસરમાં નિર્માણ પામી રહેલ પાર્વતી મંદિરનું ભુમીપુજન કરવામાં આવ્યું હતું. શ્રી પાર્વતી મંદિરનું શિખર 71 ફૂટનું તેમજ અલગ-અલગ કુલ 44 સ્તંભ કોતરણીની સાથે નૃત્ય મંડપ પણ બનાવવામાં આવશે. પાર્વતી મંદિર નિર્માણના દાતા ભીખુભાઈ કેશુભાઈ ધામેલીયા તેમજ પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *