આગામી પાંચ દિવસોમાં રાજ્યના ક્યા વિસ્તારોમાં કેટલો પડશે વરસાદ? -શીવાલાલ પટેલે કરી આગાહી

સોસિયલ મીડિયા પર અવારનવાર ચોમાસામાં હવામાન વિભાગની અતિભારે વરસાદને લઈ કેટલીક આગાહી કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક આગાહીને લઈ એક સમાચાર સામે આવ્યા છે. સમગ્ર રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની શીવાલાલ પટેલ દ્વારા આગાહી કરવામા આગાહી કરવામાં આવી છે.

આની સાથે જ શિવાલાલ પટેલ જણાવે છે કે, દક્ષિણ ગુજરાતમાં હજુ 2 દિવસ સુધી અતિભારે વરસાદ પડી શકે છે તો મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત તથા અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે. રાજ્યમાં બનાસકાંઠા, મહેસાણા તથા પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની  સંભાવના નહિવત છે.

આગામી 2 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં હજુ પણ 48% જેટલી વરસાદની ઘટ રહેલી છે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મીમી વરસાદ નોંધાઈ ચુક્યો છે.

આવા સમયે વેધર વોચ ગૃપની બેઠક યોજવામાં આવી હતી કે, જેમાં રાહત કમિશનર જણાવે છે કે, સમગ્ર રાજયમાં પાછલા 30 વર્ષની તુલનાએ 37.12% વરસાદ વરસ્યો છે. આ વર્ષે ચોમાસાની સીઝનમાં રાજ્યમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. ખેડૂતો માટે આ કપરો સમય છે.

ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે ત્યારે આવી પરીસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માગ કરી રહ્યા હતા. જો કે, હવે સરકાર દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 39 જળાશયોમાંથી કુલ 9.5 લાખ એકર જમીનને સિંચાઈનું પાણી આપવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 5 લાખ હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *