સુરત(ગુજરાત): સમગ્ર દેશભરમાં ઘણી જગ્યાએ સ્પા અને બ્યુટી પાર્લરની આડમાં ગોરખધંધાઓ શરુ હોય છે. તેવામાં પોલીસ દ્વારા આવા ધંધાઓની ખબર મળવાની સાથે જ ત્યાં રેડ પાડવામાં આવે છે. ગુજરાતમાં પણ આવી જ ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. તેવામાં પણ સુરતમાં દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલ સુરતના એક સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગોરખધંધા સામે આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાંથી અવારનવાર સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગોરખ ધંધાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે હાલમાં મળતી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી અડાજણ ભૂલકા ભવન સ્કૂલ સામે મિલેનિયમ આર્કડ લક્કી સ્પાના નામે સ્પાની આડમાં ગોરખધંધા ચાલી રહ્યા હતા. જેની માહિતી અડાજણ પોલીસને મળતા જ અડાજણ પોલીસે સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ રેડ કરી સ્પાનો સંચાલક અને ગ્રાહકોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પાની અંદર ગ્રાહકોને યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધવાની ઓફર કરવામાં આવતી હતી. એટલું જ નહીં, તેમની પાસેથી પૈસા લઈને યુવતીઓ સાથે સ્પામાં જ સંબંધો બાંધવા દેવામાં આવતા હતા. ગઈ કાલે રાતે આ અંગે માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરતાં 3 યુવતીઓ, એક ગ્રાહક અને સંચાલક મળીને કુલ 5 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, સ્પાની અંદરથી પકડાયેલી 3 યુવતીઓને મુક્ત કરીને સંચાલક અને ગ્રાહકની અટકાયત કરવામાં આવી છે. જ્યારે પોલીસે 2 ભાગીદાર ફરાર થતા શોધખોળ શરુ કરી છે. પોલીસે સ્પાના માલિક અનવર ઉર્ફે મન ગોરામી અને પાર્ટનર રાજુ બંગાળીને વોન્ટેડ જાહેર કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.