સુરતમાં જાહેરમાં જ જન્મદિવસે તલવાર વડે કેક કાપીને કરી ઉજવણી, યુવકોએ પોલીસને ફેક્યો ખુલ્લો પડકાર- જુઓ વિડીયો

સુરત(Surat): શહેરમાં અવાર નવાર જન્મદિવસની ઉજવણી(Birthday celebration)ના વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી વાયરલ થતા રહેતા હોય છે. જેમાં ઉજવણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સના ખુલ્લેઆમ લીલેલીરા ઉડતા જોવા…

સુરત(Surat): શહેરમાં અવાર નવાર જન્મદિવસની ઉજવણી(Birthday celebration)ના વિડીયો સોશિયલ મીડિયા(Social media)ના માધ્યમથી વાયરલ થતા રહેતા હોય છે. જેમાં ઉજવણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સના ખુલ્લેઆમ લીલેલીરા ઉડતા જોવા મળે છે. ત્યારે આવો જ એક જન્મદિવસની ઉજવણીનો વિડીયો(Birthday Celebration Video) સામે આવ્યો છે.

સુરતના સલાબતપુરાના ભાઠેના વિસ્તારનો જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે હવે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યા  હોવા છતાં જાહેરમાં જ તલવાર વડે કેક કાપીને બર્થ ડે ની ઉજવણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. યુવક જાહેરમાં જ તલવાર વડે કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. ત્યારે આ વિડીયોને જોતા એવું લાગી રહ્યું છે કે આ યુવાન પોલીસ તંત્રને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વાયરલ થઇ રહેલા વિડીયોને જોતા તો એવું લાગી રહ્યું છે તેને પોલીસનો કોઈ ડર કે ખૌફ જ ન રહ્યો હોય. વાયરલ થઇ રહેલા વિડીયોને આધારે શું પોલીસ આ યુવક પર કાર્યવાહી કરશે તે તો આગામી સમયમાં જોવું જ રહ્યું.

આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ પ્રશાસનની કામગીરી પર અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. શું પોલીસ આ અસામાજિક તત્વો સામે કોઈ કડક કાર્યવાહી કરશે ખરી? કે પછી મુક પ્રેક્ષક બનીને આ પ્રકારની ઉજવણીને જોતી જ રહેશે. આ પ્રકારના જાહેરમાં જ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા વિડીયો સામે આવતા રહેતા હોય છે અને પોલીસ આવા તત્વોને પકડીને કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *