પંજાબ: આજકાલ અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં એવો જ એક બનાવ બન્યો હતો. પંજાબના પટિયાલામાં મંગળવારે બપોરના સમયે આ ગંભીર બનાવ બન્યો હતો. આ બનાવમાં ત્રણ સેનાના જવાનની કારનું સંતુલન ખોળવાતા પટિયાલા-નાભા રોડ પર એક નહેરમાં પડી ગઈ હતી અને જેમાં એક જવાનનું મોત નીપજ્યું હતું અને બીજા જવાન પાણીમાં તણાઈ ગયા હતા.
ત્રીજા જવાનને લોકોએ નહેરની બહાર કાઢી લીધા હતા. અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. તેની સાથે સેનાના એક જવાનના મૃતદેહને બહાર પણ કાઢવામાં આવ્યો હતો અને બીજા સેનાના જવાનને પાણીમાં શોધવામાં આવ્યો હતો.
જગમીત સિંહ જેઓ નિવામપુર જિલ્લા સંગરૂર, કમલજીત સિંહ જેઓ દેવીગઢ જિલ્લા પટિયાલા અને મનપ્રીત સિંહ નિવાસી પટિયાલા ત્રણેય સૈનિકો અગાઉ દસ દિવસ પહેલા રજા લઈને તેમના ઘરે આવ્યા હતા અને તેઓ 27 ઓગસ્ટે પરત જવાના હતા. પણ તેની પહેલા જ મંગળવારે તેમની કાર લઈને ત્રણેય જવાનો સંગરૂરના ભવાનીગઢ જઈ રહ્યા હતા.
આ દરમિયાન, તેમની કાર પટિયાલાના સિધુવાલ ગામ નજીક ભાકરા નહેરની પાસે પહોચતાની સાથે જ જગમીત સિંહે કાર પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી નહેરમાં પડી ગઈ હતી. આ બનાવમાં કાર જેવી નહેરમાં પડી એવા કમલજીત સિંહ દરવાજો ખોલીને બહાર આવી ગયા. જયારે જગમીત સિંહનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું અને મનપ્રીત સિંહ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.