અમદાવાદ(ગુજરાત): હાલમાં આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો છે. ત્યારે ફરીવાર નવરંગપુરામાં રહેતા અને રખિયાલમાં હાર્ડવેરનો ધંધો કરનારા વેપારીએ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મૃતક સંજયભાઈ શર્માએ કઠલાલ પાસેની કેનાલમાં કૂદીને આપઘાત કર્યો છે. નવરંગપુરા પોલીસ દ્વારા 6 વ્યક્તિઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષપ્રેરણાનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, નવરંગપુરામાં રહેતા સંજય આર શર્મા રખિયાલમાં ગંજી ફરાક મિલ કમ્પાઉન્ડમાં ગોપાલ હાર્ડવેર નામની પોતાની દુકાન ધરાવે છે. જ્યાં તેમણે આર.એન.એસ્ટેટ બનાવ્યું છે. જેમાં કુલ 8 શેડ આવેલા છે જે ભાડે આપ્યા છે. 11 ઓગસ્ટના રોજ સંજય ભાઈ નિયત સમયે પોતાની ગાડી લઈને નીકળ્યા હતા. પરંતુ, ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા નવરંગપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ સમય દરમિયાન, મૃતક સંજય ભાઇના રૂમમાંથી તેમની પત્નીને એક ચોપડો મળ્યો હતો. જેમાં રમેશ શાહ, સંદીપ શાહ, બાબુ ભાઈ ચાવલા, ભરત ચાવલા, મહંમદ ફૈઝાન શેખ અને અમિત 6 લોકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેઓ સંજયભાઈને આર.એન.એસ્ટેટના શેડ બાબતે હેરાન પરેશાન કરતા હોવાનું લખ્યું છે.
12મી ઓગસ્ટના દિવસે સાંજે સાતેક વાગ્યાની આસપાસ હરસોલી ગામની સીમની મુખ્ય નર્મદા કેનાલમાંથી સંજય ભાઈનો મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે નવરંગપુરા પોલીસ દ્વારા મૃતક સંજય ભાઈની પત્નીના નિવેદન આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.