‘પપ્પાએ મારી પત્નીની છેડતી કરી છે’ કહીને પુત્રએ પુત્રએ પિતાને દસ્તાના ઘા ઝીકી કરી નિર્મમ હત્યા

અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એમુક વખત તો પરિવારમાં જ એકબીજાની હત્યા કરવામાં આવતી હોવાનો કિસ્સા સામે આવતા…

અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી હત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે એમુક વખત તો પરિવારમાં જ એકબીજાની હત્યા કરવામાં આવતી હોવાનો કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એક વખત સબંધોની હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રએ જ તેના પિતાની હત્યા કરી છે. સરદારનગરમાં રહેતા પ્રિન્સ ગારંગેને પોતાના મોટા ભાઈ અંકુશનો ફોન આવ્યો કે પપ્પાએ મારી પત્નીની છેડતી કરી છે જેથી હું તેમની સાથે ઝઘડો કરવા જવું છું. ભાઈનો ગુસ્સો જોઈને પ્રિંસે તેના મિત્રને ફોન કરીને જયારે ઘરે મોકલ્યો ત્યારે અંકુશ પોતાના પિતા બ્રિજેશ ઉર્ફે બિરજુ સાથે મારપીટ કરી રહ્યો હતો.

આ દરમિયાન, પાડોશીઓ અને મિત્રોએ તેને છોડાવ્યો હતો. પ્રિન્સ ઘરે પહોંચ્યો ત્યારે પિતા અને ભાઈ વચ્ચે ઝઘડો ચાલુ જ હતો. ત્યારે આરોપી અંકુશે દસ્તાથી પિતાના મોઢાના ભાગે ઘા ઝીકી દીધો હતો. જેથી પિતાને ગંભીર ઇજા થતાં તેણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમિયાન પિતાનું મોત નીપજ્યું હોવાનું સામે અવાયું છે. આ ઘટનામાં નાના ભાઈએ પિતાની હત્યાને લઈને મોટા ભાઈ અંકુશ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. મૃતક બ્રિજેશ ઉર્ફ બિરજુ ગારંગેની પ્રથમ પત્ની 2013માં મૃત્યુ પામી હતી. તેમને 4 સંતાનો છે. જેમાં બે પુત્ર અને બે દીકરી છે જેમાંથી બન્ને દીકરીના લગ્ન થઈ ગયા છે.

ઉપરાંત, મોટા દીકરા અંકુશના લગ્ન નવેમ્બર 2020માં થયા હતા. લગ્ન બાદ અંકુશ પોતાની પત્ની કોમલને લઈને ભાડે રહેવા જતો રહ્યો હતો. પરંતુ, મજૂરી કરવા છતાં કમાણી ઓછી હોવાથી તે ઘરનું ભાડું ભરી શકતો ન હતો. જેથી 7 દિવસ પહેલા જ મૃતક બિરજુભાઈ પુત્ર અને પુત્રવધુને પોતાના ઘરે લઈને આવ્યા હતા. બીરજુભાઈની મોટી દીકરી સ્નેહાએ જ પોલીસ કન્ટ્રોલને ફોન કરીને પિતા ભાભીની છેડતી કરી રહ્યા હોવાનો રીપોર્ટ લખાવ્યો હતો.

આ મેસેજ મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે બિરજુ ભાઈ ઇજાગ્રસ્ત મળી આવ્યા હતા.  મહત્વનું છે કે, એક પુત્રએ પોતાના પિતાની હરકતો પર શંકા કરીને હત્યા નિપજાવી છે. જ્યારે બીજો પુત્ર પિતાને સજ્જન ગણાવે છે. પરંતુ, એક દીકરીએ પિતા વિરુદ્ધ છેડતીનો આરોપ લગાવીને પોલીસને જાણ કરતા હાલમાં પોલીસ દ્વારા છેડતીની શક્યતાને ધ્યાનમાં રાખીને આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *