હાલમાં દેશમાં સેંકડો અકસ્માત થઈ રહ્યા છે, આ અકસ્માતમાં જીવ ગુમાવનાર ની સંખ્યા કોરોના કરતા કેટલાય ગણી મોટી છે. આજનો દિવસ એટલે પરમ પવિત્ર રક્ષાબંધનનો દિવસ. આજના દિવસે પણ ગુજરાતના સુરેન્દ્રનગર માં ત્રણ ત્રણ બહેનો ના એકમાત્ર ભાઈનું અકસ્માત દરમિયાન કરૂણ મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સાયલા હાઇવે ઉપર પૂરપાટ ઝડપે પસાર થતાં ટેન્કર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં રક્ષાબંધનના પવિત્ર દિવસ ની ઉજવણી કરવા બહેનો ના ઘરે જતા એકમાત્ર ભાઈનું મોત થયું હતું. અકસ્માતમાં ભાઈ સાથે તેમના ધર્મ પત્નીનું પણ મોત થયું હતું.
ધાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના રહેવાસી મયુરભાઈ ગણેશભાઈ પટેલ જેતપુરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં નોકરી કરે છે. તેમના લગ્ન જીવનની વાત કરીએ તો 12 ડિસેમ્બરના રોજ ડિમ્પલ સાથે મયુર ભાઈ ના લગ્ન થયા હતા. આજના પરમ પવિત્ર દિવસ એટલે કે રક્ષાબંધનના દિવસે મયુરભાઈ ત્રણેય બહેનો ના ઘરે ગઈકાલે જ કારમાં જેતપુર થી પોતાના ગામ જવા નીકળ્યા હતા, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમની આ સફર અધવચ્ચે જ કાયમ માટે પૂરી થઈ જવાની છે.
સફર દરમિયાન સાયલા નેશનલ હાઈવે પર પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા ટેન્કર સાથે તેમની કાર નો ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંનેને એટલી ગંભીર ઇજાઓ થઇ હતી કે હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેમનું કરૂણ મોત નિપજયું હતું. રક્ષાબંધન પહેલા જ ત્રણ બહેનો ના એકના એક ભાઈનું મોત થતાં સમગ્ર પંથક સહિત રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનાને લઇને સાયલા પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરવાનું પણ સામે આવ્યું છે.
મયુર ભાઈ ની ઉંમર વર્ષ અંદાજે 27 વર્ષની અને તેમના ધર્મ પત્ની ડિમ્પલ બેનની ઉમર અંદાજે ૨૪ વર્ષ છે. આ બંને દંપતીએ નાની ઉંમરે પાપી દુનિયાને અલવિદા કહ્યું હતું. પરિવારજનોને જાણ હતી કે મયુરભાઇ ઘરે આવવા નીકળી ગયા છે પરંતુ લાંબા સમયે સુધી ફોન ન ઉપાડતા માતા સવિતાબહેને તેમના પતિ ગણેશભાઈ પાસે ચિંતા વ્યક્ત કરી.
ત્યારબાદ ખૂબ લાંબા સમયે તેમને જાણ થઈ કે રોડ અકસ્માત દરમિયાન ત્રણેય બહેનો ના એકના એક ભાઈનું અને ભાભી નું મોત થયું છે ત્યારે પરિવારજનોની પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને રક્ષાબંધનનો પવિત્ર દિવસ કાળ બનીને આવ્યો અને આ પરિવારને ભરખી ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.