રાજ્યના અમદાવાદ શહેરમાંથી એક ઘટના સામે આવી છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી સગીરાને યુવકે અપહરણ કરી તેના પર બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ગર્ભમાં રહેલા બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે સારવાર વખતે સગીરાનું મોત નીપજ્યું હતું.
પ્રેમ સંબંધ હતો કે કેમ તેની તપાસ પોલીસ હાથ ધરી:
સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ મથકમાં સાહિલ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI જે.કે રાઠોડ જણાવે છે કે, સગીરા સાથે દુષ્કર્મ કર્યા પછી તેને ગર્ભવતી બનાવી દેવામાં આવી હતી. બંનેની વચ્ચે પ્રેમસંબંધ હતો તથા એકબીજાને ઓળખતા હતા કે કેમ તે આરોપી સાહિલ અંગે તપાસ કરવાની બાકી છે.
સગીરાને પેટમાં દુઃખાવો ઉપડ્યો હતો:
ગોમતીપુરમાં ચારતોડા કબ્રસ્તાન નજીકની ચાલીમાં સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. સગીરાને એક દિવસ અચાનક પેટમાં દુઃખાવો થતા સારવાર અર્થે શહેરની શારદાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર દ્વારા તપાસ કરતાં ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. સગીરાને 9 મહિનાનો ગર્ભ હતો તેમજ ડિલિવરી કરતા ગર્ભમાં જ બાળકી મૃત હાલતમાં જન્મ આપ્યો હતો. સારવાર દરમિયાન સગીરાનું પણ મોત થયું હતું.
સગીરાએ સાહિલ નામના શખસે ગર્ભવતી બનાવી હોવાનું કહ્યું:
જ્યારે પોતે ગર્ભવતી હોવાની જાણ થતાંની સાથે જ સગીરાએ પોતે સાહિલ નામના શખસે ગર્ભવતી બનાવી હોવાનું કહ્યું હતું. આ મામલે સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સાહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બળાત્કાર, અપહરણ અને પોક્સો સહિતની કલમો લગાવીને આરોપીને પકડવાની તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.