હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં શ્રાવણીયો જુગાર રમવાની મોસમ પુરબહારમાં ચાલુ થઈ ગઈ છે. આવા સમયમાં જૂનાગઢમાંથી ભાજપના કોર્પોરેટની વાડીમાંથી જુગારધામ પકડાયું છે.
મળી રહેલ જાણકારી પ્રમાણે, ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયાની ઝાંઝરડા રોડ પરની વાડીમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા કે, જેમાં ભાજપના કોર્પોરેટર સહિત 8 શખ્સો તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે.
ભાજપ કોર્પોરેટર બહારથી લોકોને પોતાની વાડીમાં બોલાવીને જુગાર રમાડી રહ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા ભાજપ કોર્પોરેટર સહિત 8 શકુનિઓને પકડી પાડીને 2.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આપને જણાવી દઈએ કે, પહેલા પણ ગત નવેમ્બર મહિનામાં જૂનાગઢ ભાજપના અગ્રણી કરશનભાઈ ધડૂકની હોટલમાંથી જુગારધામ પકડાયું હતું. હાલમાં 2 મહિલા તથા 18 પુરુષો સહિત કુલ 20 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ઘટનાસ્થળ પરથી પોલીસ દ્વારા 14 લાખ રૂપિયાની રોકડ, 18 મોબાઈલ તથા 4 કાર જપ્ત કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.