અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદમાંથી માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જો તમારું નાનું બાળક છે અને ઘરમાં રમતું હોય તો તેનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. ઘરમાં એકલા રમતા બાળક કયારે ઘરની બહાર નીકળી જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો.
હાલમાં અમદાવાદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાણીપ વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકી રમતા-રમતા ધાબા પર પહોંચી ગઈ હતી. જ્યાંથી નીચે પટકાતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રાણીપ પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, રાણીપ વિસ્તારમાં આવેલા સંકલ્પ એપાર્ટમેન્ટમાં સત્યમ રાજપૂત તેમના પરિવાર સાથે રહે છે. તેમની ચાર વર્ષની પુત્રી અવની હતી. શનિવારે બપોરે ઘરમાંથી રમતાં-રમતાં અવની ફ્લેટના ધાબા પર પહોંચી ગઈ હતી. ધાબા પર જઈ અને રમતા રમતા અચાનક નીચે પડી ગઈ હતી. જેથી ફ્લેટના આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ માતા-પિતા પણ દોડી આવતા તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.