અડધી રાતે પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને લોકોએ પકડી પાડ્યો અને પછી જે થયું…, જાણીને તમે પણ ચોકી ઉઠશો 

ઝારખંડ: આજકાલ પ્રેમી-પ્રેમિકા એકબીજાને મળવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તેઓ અવનવા રસ્તાઓ પણ અપનાવતા હોય છે. પરંતુ, આવું કરવામાં તેઓ અમુકવાર ઝડપાઈ જતા હોય છે. આવી જ એક ઘટના ઝારખંડના ગઢ્વા જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં પ્રેમીને પોતાની પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું હતું.

પ્રેમિકાએ પોતાના પ્રેમીને મળવા માટે ઘરે બોલાવ્યો હતો. જેથી રાતે 11 વાગ્યે યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચી ગયો અને ગામના એક વ્યક્તિએ તેને જોઈ લીધો હતો. ગામના આ વ્યક્તિને ઘણા સમયથી આ યુવક પર શક હતો કે આ યુવક આપણા ગામનો તો નથી પણ રાતે અહીં આવે છે. તો ગામના વ્યક્તિએ યુવકનો પીછો કર્યો અને જોયું તો તે ગામમાં તેની પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો.

ગામમાં આ વાતની જાણ થતા તરત ગામના લોકો ભેગા થઇ ગયા અને ત્યારબાદ યુવક અને યુવતીને પૂછવામાં આવ્યું તો બંને એકબીજા સાથે લગ્ન કરવા માટે તૈયાર હતા. ત્યારબાદ બાજુના ગામમાંથી યુવકના પિતાને બોલાવવામાં આવ્યા અને પછી આખા ગામની સામે ગામના શિવ મંદિરમાં બંનેના લગ્ન કરાવવામાં આવ્યા. જાણવા મળ્યું છે કે, પ્રેમી-પ્રેમીકા પણ આ લગ્નથી ખુબ જ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *