રક્ષાબંધન ઉજવી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અક્સ્માત- પાંચ વર્ષની બાળકીનું મોત

રાજકોટ(ગુજરાત): ગઈ કાલે રક્ષાબંધનના તહેવારે જ એક બહેને પોતાની 5 વર્ષની નાની બહેનને ગુમાવી દીધી છે. ઉપલેટાના બાંટવામાં રહેતી મહિલા પોતાના ભાઈને રાખડી બાંધવા માટે ઉપલેટા જઈ રહી હતી. તે દરમિયાન 5 વર્ષની બાળકી પણ સાથે હતી. પરંતુ વ્યક્તિ રક્ષાબંધન ઉજવીને ભાઇ બહેન અને ભાણેજને મુકવા માટે બાઇક પર જઈ રહ્યો હતો. તે દરમિયાન તેમને વચ્ચે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું અને ભાઇ-બહેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત ભાઇ-બહેનને 108 દ્રારા ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ મહિલાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી. ઉપલેટા પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી ઓળખ મેળવવાની તપાસ શરુ કરી છે.

આ ઉપરાંત ગઈ કાલે વહેલી સવારે પાલીતાણામાં અકસ્માત સર્જાયો હતો તેમાં પણ એક બહેનનું મોત નીપજ્યું હતું. પાલિતાણા તાલુકાના નવાગામ-બડેલી ગામે રહેતા દલપતભાઈ રાઠોડ અને તેમના પત્ની દેવુબેન પોતાના ઘરેથી મોટર સાયકલ પર રંઘોળા ગામ પોતાના ભાઈને ત્યાં રાખડી બાંધવા માટે ગયા હતા. ત્યારબાદ રાખડી બાંધ્યા પછી દંપતી પોતાના ગામ તરફ જવા રવાના થયું હતું. ત્યારે જ સિહોર-સોનગઢ હાઈવે પર ઈકો કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા દંપતી જોરથી રસ્તા પર પટકાયું હતું. જેમાં દેવુબેનને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો દલપતભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *